________________
સમયનું જે પ્રમાણ છે તેને કાળપ્રમાણ કહે છે. તે કાળપ્રમાણ પણ બે પ્રકારનું છે-(૧) પ્રદેશ નિષ્પન્ન કાળપ્રમાણ અને (૨) વિભાગ નિષ્પન્ન કાળ પ્રમાણ. એક સમયની સ્થિતિથી લઈને જે અસંખ્યાત સમય પર્વતની સ્થિતિ હોય છે તેને પ્રદેશ નિષ્પન્ન કાળપ્રમાણ કહે છે. તથા સમય, આવલિકા આદિ રૂપ જે કાળપ્રમાણ છે તેને વિભાગ નિષ્પન્ન કાળપ્રમાણ કહે છે.
શકા–પ્રમાણને ચાર પ્રકાર કહેવાની શી જરૂર છે. માત્ર દ્રવ્યપ્રમાણ રૂપ એક જ પ્રમાણુ કહેવું જોઈએ, કારણ કે દ્રવ્યત્વરૂપે ક્ષેત્ર અને કાળ પણ ગ્રહણ થઈ જાય છે, તેથી તેમનું પ્રમાણ પણ દ્રવ્ય પ્રમાણમાં જ અન્તભૂત થઈ જવું જોઈએ, છતાં અહીં અલગ અલગ પ્રકાર રૂપે તેમની પ્રરૂપણું શા માટે કરવામાં આવી છે?
ઉત્તર–ક્ષેત્ર અને કાળ જીવાદિ દ્રવ્યના વિશેષક હોવાથી તેમની પર્યાય રૂપ હોય છે. તેથી દ્રવ્ય કરતાં ક્ષેત્ર અને કાળમાં વિશિષ્ટતા છે. તે કારણે દ્રવ્યની અપેક્ષાએ એક હોવા છતાં પણ પર્યાયની અપેક્ષાએ તે બન્નેમાં ( દ્રવ્યમાં અને પર્યાયમાં) ભેદ હોય છે. આ વાતને પ્રકટ કરવા નિમિત્તે ક્ષેત્ર અને કાળ (એ બને) ને પૃથક પૃથફ ( જુદાં જુદાં) પ્રમાણ કહ્યાં છે. ભાવરૂપ જે પ્રમાણ છે તેને અથવા ભાવનું જે પ્રમાણ છે તેને ભાવપ્રમાણે કહે છે. તે ભાવપ્રમાણુ ત્રણ પ્રકારનું કહ્યું છે–(૧) ગુણ, (૨) નય અને (૩) સંખ્યા. જીવના જ્ઞાન, દર્શન અને ચારિત્ર, એ ગુણરૂપ ભાવપ્રમાણ છે. પ્રત્યક્ષ અનુમાન, આગમ અને ઉપમાન તે જ્ઞાનરૂપ ભાવપ્રમાણ છે. તે પ્રત્યે શ્રદ્ધા રાખવી તે દર્શનારૂપ ભાવ પ્રમાણ છે, અને સાવદ્ય કાર્યોમાંથી વિરતિ થવી તેનું નામ ચારિત્રરૂપ ભાવપ્રમાણ છે. નૈગમ આદિ જે નય છે, તે નય૩૫ ભાવપ્રમાણ છે. એક બે આદિ જે સંખ્યા છે તે સંખ્યારૂપ ભાવપ્રમાણ છે. આ રીતે અહીં પ્રમાણનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સુ. ૨૦ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૧ ૬