________________
પ્રમાણકે સ્વરૂપકા નિરૂપણ
પહેલાના સૂત્રમાં દેવાની સખ્યા કહેવામાં આવી, તે સખ્યા જ પ્રમાણ સ્વરૂપ હાય છે. તે સંબધને અનુલક્ષીને હવે સૂત્રકાર પ્રમાણુના સ્વરૂપનું નિરૂપણું કરે છે. “ ચન્ગિહે વમાળે વળશે ' ઈત્યાદિ——
સૂત્રા-પ્રમાણુના ચાર પ્રકાર કહ્યા છે, તે પ્રકારો નીચે પ્રમાણે છે—(૧) દ્રવ્યપ્રમાણુ, (૨) ક્ષેત્રપ્રમાણ, (૩) કાલપ્રમાણુ અને (૪) ભાવપ્રમાણુ.
ટીકા-પ્રમિતિને પ્રમાણ કહે છે. ‘ પ્રમિતિ ’ એટલે જાણવું તે. જેના દ્વારા જાણી શકાય છે, તે પ્રમાણુ છે . હવે તેના ચાર ભેદ્યનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે-દ્રવ્યરૂપ જે પ્રમાણ છે તેને દ્રશ્યપ્રમાણ કહે છે. અથવા ઇડાઢિ દ્રવ્યથી ( પદાથ થી ) જે પરિચ્છેદ ( જ્ઞાન-જાનકારી ) થાય છે તેનું નામ દ્રવ્ય પ્રમાણ છે જેમકે-દડ આદિ દ્રવ્યથી અથવા ધનુષ આદિથી શરીર આદિનું માપ જાણી શકાય છે, તે માપ દ્રવ્યપ્રમાણુ રૂપ ગણાય છે. અથવા-જીવાદિ દ્રવ્યનું જે પ્રમાણુ છે, તે દ્રશ્યપ્રમાણુ છે. અથવા પરમાણુ આદિમાં પર્યાયનું જે પ્રમાણ છે તે દ્રવ્યપ્રમાણુ છે. પ્રદેશનિષ્પન્ન અને વિભાગ નિષ્પન્નના ભેદથી દ્રવ્યપ્રમાણુ એ પ્રકારનું કહ્યું છે. પરમાણુથી લઇને અનન્ત પન્તના પ્રદેશવાળા દ્રવ્યનું જે પ્રમાણ છે, તેનું નામ પ્રદેશ નિષ્પન્ન દ્રવ્યપ્રમાણ છે. વિભાગ નિષ્પન્ન દ્રષ્યપ્રમાણુના નીચે પ્રમાણે પાંચ પ્રકાર છે-માન, ઉન્માન, અવમાન, ગણિત અને પ્રતિમાન. શેર આદિમાનરૂપ દ્રવ્યપ્રમાણ છે. તેની મદદથી 66 આ ધાન્ય આટલું છે, ” આ પ્રકારનું નિર્ણાયક પ્રમાણુ નીકળે છે. તુલા-કષ આદિ ઉન્માન રૂપ હોય છે. હસ્ત, મુઠ્ઠી આદિ રૂપ અવમાન હોય છે. એક એ આદિ સંખ્યા રૂપ ગણિત હાય છે. ગુંજા ( કરજની ) આદિ રૂપ પ્રતિમાન હોય છે. આકાશનું જે માપ ( દૂર સુધીના હિંસામ ) છે તેને ક્ષેત્રપ્રમાણ કહે છે. તે ક્ષેત્રપ્રમાણુના પણ પ્રદેશ નિષ્પન્ન અને વિભાગ નિષ્પન્ન નામના એ લેક પડે છે. એક પ્રદેશાવગાઢથી લઈને અસખ્યાત પ્રદેશાવગાઢ પન્તનુ જે ક્ષેત્ર છે તેને પ્રદેશ નિષ્પન્ન ક્ષેત્રપ્રમાણ કહે છે. અ'ગુલી ( આંગળી ) આદિ જે પ્રમાણ છે તેને વિભાગ નિષ્પન્ન ક્ષેત્રપ્રમાણ કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૧૫