________________
જેવું અત્યન્ત મધુર હોય એવું ફળ (૩) પાકું હોવા છતાં કેરીના જેવું સહેજ મધુર ફળ. (૪) પાકીને ઉત્કૃષ્ટ રૂપે મધુર થયેલું ફળ. એ જ પ્રમાણે પુરુષોના પણ ચાર પ્રકાર કહ્યા છે–(૧) અપકર કેરીના જેવા (૨) અપકવ હોવા છતાં પકવ મધુર ફળ સમાન, (૩) પકવ હોવા છતાં અપકવ ફળ સમાન અને (૪) પકવ થઈને પકવ ફળસમાન મધુર. આ સૂત્રમાં “આમ”—“કેરી” આ પદ દ્વારા “ફળ” ગૃહીત થયેલ છે. “પકવ” પદથી પાકેલું ફળ ગૃહીત થયેલ છે. હવે ફળના ચાર પ્રકારનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–
(૧) કોઈ ફળ એવું હોય છે કે તે જ્યારે અપકવ (કાચું) હોય છે ત્યારે આમ (કેરી) જેવું જ મધુર હોય છે-એટલે કે સહેજ મધુર હોય છે.
(૨) કેઈક ફળ એવું હોય છે કે જે અપકવ હોવા છતાં પણ પકવ ફળના જેવું અત્યંત મધુર હોય છે.
(૩) કેઈક ફળ એવું હોય છે કે જે પકવ થયા છતાં પણ અત્યન્ત મધુર હોતું નથી પણ સહેજ મધુર હોય છે.
(૪) કેઈક ફળ એવું હોય છે કે જે પાકયું હોય ત્યારે પાકી કેરીના જેવું અત્યંત મધુર હોય છે.
આ રીતે ફળના ચાર પ્રકારનું નિરૂપણું કરીને હવે સૂત્રકાર આ ચતુપ્રકારતાની સમાનતા પુરુષોની સાથે ઘટાવવા નિમિત્તે દાર્દાનિતક પુરુષ જાત વિષયક સૂત્રનું નિરૂપણ કરે છે–
દૃષ્ટાંતરૂપ ફળ સરખા ચાર પ્રકારના પુરૂષે કહ્યા છે.
(૧) અપકવ સહેજ મધુર ફળસમાન પુરુષ–જે પુરુષ વયોવૃદ્ધ પણ ન હોય અને જ્ઞાનવૃદ્ધ પણ ન હોય, તેને આ પ્રકારમાં મૂકી શકાય છે. અથવા જેમ કોઈ ફળ (દા. ત. કેરી) અપકવાવસ્થામાં પણ અલ્પ પ્રમાણમાં મધુરતા યુક્ત હોય છે, એ જ પ્રમાણે કઈ કઈ પુરુષ અલ્પ માત્રામાં ઉપશમાદિ રૂપ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
२००