________________
વર્તમાનકાળમાં પણ જેમાં પ્રદેશની રાશિ થાય છે અને ભવિષ્યમાં પણ જેમાં પ્રદેશની રાશિ હશે, તેમને અસ્તિકાય કહે છે. એટલે કે જે બહપ્રદેશ છે તેમને અસ્તિકાય કહે છે. કેઈ કઈ જગ્યાએ “અસ્તિ ” પદથી “ પ્રદેશ છે ગૃહીત થયેલ છે. આ દષ્ટિએ વિચારવામાં આવે તે પ્રદેશને જે કાય છે તેનું નામ જ અસ્તિકાય છે. તેને અર્થ પણ “પ્રદેશરાશિ” જ થાય છે. એવા અસ્તિકાય રૂપ ચાર અજીતકાયને જ કહ્યા છે. અજીવ હોવા છતાં જે બહપ્રદેશી છે, તેમને અજીવકાય કહે છે. જો કે જીવ પણ અસ્તિકાય છે, પરંતુ તે અજીવ નથી, તેથી તેને અવકાય કહેલ નથી. આ રીતે અજીવ હેવા છતાં જેમાં કાયતાને સદૂભાવ છે એવાં ચાર અજીતકાય નીચે પ્રમાણે છે– ૧) ધર્માસ્તિકાય, (૨) અધમસ્તિકાય, (૩)આકાશાસ્તિકાય અને (૪) પલાસ્તિકાય. જે પ્રાણેને ધારણ કરે છે તેમને જીવ કહે છે, અને જે પ્રાણોને ધારણ કરતા નથી તેમને અજીવ કહે છે. અજીવની જે રાશિ છે તેને અજીવકાય કહે છે. ધર્માસ્તિકાય આદિની વ્યાખ્યા પ્રથમ સ્થાનમાં આપવામાં આવી છે. અરૂપી હોવા છતાં જે બહપ્રદેશી છે, તેમને અરૂપીકાય કહે છે. એવા અરૂપીકાય ચાર કહાં છે-(૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય. અહીં પુદ્ગલાસ્તિકાયને અરૂપીકાય નહીં કહેવાનું કારણ એ છે કે તે રૂપી પદાર્થ છે–અર્પી નથી. જીવાસ્તિકાયને અરૂપીકાય કહેવાનું કારણ એ છે કે મૂળરૂપે તે અરૂપી છે. ધર્માસ્તિકાય આદિ આ ચાર પદાર્થો અરૂપી જ છે. તેથી આ અસ્તિકાને અરૂપીકામાં ગણવામાં આવ્યા છે. એ સૂ. ૧૫
ફલકે દૃષ્ટાંત પુરૂષાદિકા નિરૂપણ
હવે સૂત્રકાર પૂર્વોક્ત જીવાસ્તિકાયનું વિશેષભૂત પુરુષના દેણાન્તપૂર્વક નિરૂપણ કરે છે-“વત્તરિ પૂourત્તા” ઈત્યાદિ–
સૂત્રાર્થ–ફેલના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે–(૧) કાચું હોવા છતાં પણ કેરીના જેવું સહેજ મધુરતાયુક્ત ફળ. (૨) કાચું હોવા છતાં પાકા ફળના
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૯૯