________________
વિશિષ્ટ પરિશીલન (ફળ) નું નામ વિપાક છે. એટલે કે જ્ઞાનાવરણીય આદિ કર્મોના ફળને જેમાં વિચાર થાય છે, એવા ધ્યાનને વિપાકવિય ધર્મ ધ્યાન કહે છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-જે જે વિપાકને અનુભવ કરવામાં આવે છે તે વિપાકને અનુલક્ષીને એ વિચાર કરે કે કયા કર્મીના ફલસ્વરૂપે હું આ વિપાક (ફલ) અનુભવી રહ્યો છું, તથા અમુક કર્મને અમુક વિપાક સંભવી શકે છે, આ પ્રકારના વિચારમાં મનને એકાગ્ર કરવું તેનું નામ વિપાકવિચય ધર્મધ્યાન છે. અથવા-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવની અપેક્ષાએ કર્મ કેવાં કેવાં ફળ આપે છે તેને સતત વિચાર કરે તે નામ વિપાકવિય ધર્મધ્યાન છે. સંસ્થાનવિચય” લેકને તથા દ્વીપ સમદ્રોને જે આકારવિશેષ છે, તેનું નામ સંસ્થાન છે. જે ધ્યાનમાં તે સંસ્થાનને સતત વિચાર કરવામાં આવે છે, તે ધ્યાનને સંસ્થાનવિય ધર્મધ્યાન કહે છે. એટલે કે લેક આદિના સ્વરૂપને વિચાર કરવામાં મનને એકાગ્ર કરવું તેનું નામ “સંસ્થાનવિચય” છે. કહ્યું પણ છે કે “માતા” ઈત્યાદિ–
ધર્મધ્યાનના આજ્ઞા-રુચિ આદિ જે ચાર લક્ષણે કહ્યાં છે તેનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે --(૧) અર્થ, સૂત્ર અને તદુભયમાં (તે બનેમાં) શ્રદ્ધા રાખવી, અથવા ભગવાનની આજ્ઞામાં રુચિ હોવી તેનું નામ આજ્ઞારુચિ છે. (૨) અર્થ, સૂત્ર આદિમાં સ્વભાવઃ જે રુચિ હોય છે તેનું નામ નિસર્ગ રુચિ છે. (૩) સર્વજ્ઞ પ્રત આગમ પ્રત્યે જે રુચિ હોય છે, તેનું નામ સૂત્રરુચિ છે. (૪) સાધુના ઉપદેશ પ્રત્યે જે રુચિ હોય છે, તેનું નામ અગાઢચિ છે. કહ્યું પણ છે કે-“મા મકવાણેot” ઈત્યાદિ–
ધર્મધ્યાનના આલંબન (આધાર) ચાર છે-(૧) “વાચના” વિનીત શિષ્યને કર્મનિર્જ રાર્થે સૂત્રો પદેશ આદિ દેવું તેનું નામ વાચના છે. (૨) પહેલાં જેનું અધ્યયન કર્યું હોય એવા સૂત્રમાં જે જે શંકાઓ ઉદ્દભવે તે તે શંકાઓ ગુરુ પાસે પ્રશ્નરૂપે પ્રકટ કરીને તેમનું નિવારણ કરવું, તેનું નામ પ્રચ્છના છે. (૩) પૂર્વાધીત સૂત્ર વિસ્મૃત થઈ ન જાય તે માટે ફરી ફરીને તેનું પઠન કરતા રહેવું તેનું નામ પરિવર્તના છે. (૪) સ્વાર્થ સંબંધી વિચારને અનુપ્રેક્ષા કહે છે. તે અનુપ્રેક્ષાના પણ ચાર ભેદ છે-(૧) એકાનુપ્રેક્ષા-આત્મા એક છે, અસહાય છે એવી ભાવના રાખવી તેનું નામ એકાનુપ્રેક્ષા છે. તે એકાનુપ્રેક્ષા આ પ્રકારની કહી છે-“uો હું નથિ છે શોર્ડ” ઈત્યાદિ-(૨) સંસારના જેટલા પદાર્થો છે તે બધાં પર્યાયદષ્ટિએ અનિત્ય છે એવી ભાવનાનું નામ અનિત્યાનુપ્રેક્ષા છે. કહ્યું પણ છે કે-“જા સન્નિહિતાડપાયા” ઈત્યાદિ. (૩)
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૮૦