________________
ધર્મધ્યાનના ચાર ભેદ નીચે પ્રમાણે છે--(૧) આજ્ઞાવિચય (૨) અપાયવિચય, (૩) વિપાક વિચય અને (૪) સંસ્થાના વિચય. એટલે કે આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાનની વિચારણા નિમિત્તે મનને જે એકાગ્ર કરવામાં આવે છે, તે એકાગ્રતાનું નામ જ ધર્મ ધ્યાન છે. આ નિમિત્તોના ભેદથી તેના ચાર પ્રકાર કહ્યા છે.
આ + જ્ઞ + વિચય = આજ્ઞાવિચય. “આ” અભિવિધિ અર્થમાં પ્રયુક્ત થયે છે. “જ્ઞા” એટલે જાણવું. જેના દ્વારા પદાર્થને વિધિપૂર્વક જાણી શકાય છે, તેનું નામ “આજ્ઞા” છે. એવી તે આજ્ઞાને અહીં સર્વપ્રવચન રૂપે ગ્રહણ કરવામાં આવેલ છે. જે ધ્યાનમાં આ સર્વજ્ઞપ્રવચન રૂપ આજ્ઞાને વિચાર કરવામાં આવે છે, એવા ધ્યાનને આજ્ઞાવિચય નામનું ધર્મધ્યાન કહે છે. અથવા-કેઈ પણ પદાર્થને વિચાર કરતી વખતે એવું મનન કરવું કે આ વિષયમાં જિનદેવની જે આજ્ઞા છે, એ જ પ્રમાણભૂત છે, અથવા તે વિષે સર્વજ્ઞ પુરુષની શી આજ્ઞા છે અથવા શી આજ્ઞા હોવી જોઈએ તેની ખાતરી કરવા માટે મનમાં જે વિચારધારા (પ્રણિધાન) ચાલુ થાય છે તેને જ આજ્ઞા વિજય ધર્મધ્યાન કહે છે. “આજ્ઞા વિનય આ પ્રકારની આજ્ઞાવિચયની સંસ્કૃત છાયાને આધારે આ અર્થ નક્કી કરવામાં આવ્યું છે.
શારીરિક અને માનસિક દુઃખનું નામ “અપાય” છે. તે અપાયનું જે ધ્યાનમાં પ્રણિધાન (ચિન્તન) કરવામાં આવે છે, તે ધ્યાનને અપાયરિચય ધર્મધ્યાન કહે છે. એટલે કે આ શારીરિક અને માનસિક દુઃખેમાંથી કેવી રીતે મુક્ત થઈ શકાય તેને વિચાર કરવામાં ચિત્તને એકાગ્ર કરવું તેનું નામ અપાયરિચય ધર્મધ્યાન છે. આ અપાયવિય ધર્મધ્યાનમાં જીવને એ વિચાર થયા કરે છે કે “રાગદ્વેષ આદિને કારણે જ આ શારીરિક અને માનસિક દુઃખે ઉત્પન્ન થાય છે. આ રાગદ્વેષ જ આલેક અને પરલેકમાં જીવન અકલ્યાણ કરે છે. તેને કારણે જ અનેક પ્રકારના અનર્થ પેદા થાય છે. આ પ્રકારનું જે થાન છે તેને પણ અપાયરિચય ધર્મધ્યાન કહે છે. અથવા–જે જીવ સન્માગને બદલે મિથ્યા માર્ગે ચડેલે હોય, એ જીવ મિથ્યામાગેથી ઘટવાને માટે મનમાં જે સતત વિચાર કર્યા કરે છે તેને પણ અપાયવિચય ધર્મધ્યાન કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧ ૭૯