________________
એક વિતર્કવિચાર, (૩) સૂમક્રિયા અનિવર્તિ અને (૪) સમુછિન્ન કિયા અપ્રતિપાતિ શુકલધ્યાનના ચાર લક્ષણ નીચે પ્રમાણે કહ્યા છે–(૧) અવ્યથ, (૨) અસંહ (૩) વિવેક અને (૪) વ્યુત્સર્ગ
- શુકલધ્યાનના નીચે પ્રમાણે ચાર અવલંબન કહ્યા છે-(૧) ક્ષાન્તિ, (૨) મતિ, (૩) આર્જવ અને (૪) માર્દવ શુકલધ્યાનની ચાર અનુપ્રેક્ષાઓ કહી છે-(૧) અનંતવર્તિતા અનુપ્રેક્ષા, (૨) વિપરિણમાનુપ્રેક્ષા, (૩) અશુભાનુપ્રેક્ષા અને (૪) અપાયાનુપ્રેક્ષા.
વિશેષાર્થ-“ચાયતે વસ્તુ ને રૂતિ દયાનમ” આ વ્યુત્પત્તિ પ્રમાણે જેના દ્વારે વસ્તુનું ચિન્તન કરાય છે, તેનું નામ ધ્યાન છે. તે ધ્યાન એક અન્તર્મુહૂર્તકાલ સુધીની ચિત્તની રિથરતારૂપ હોય છે. કહ્યું પણ છે કે – “સંતો મુત્તમિત્ત” ઈત્યાદિ
ધ્યાનના ચાર પ્રકાર કહ્યા છે તેમને આર્તધ્યાન નામને જે પહેલે પ્રકાર છે તેનું હવે નિરૂપણ કરવામાં આવે છે-“જે ધ્યાન શારીરિક અથવા માનસિક દુઃખને વખતે અથવા શારીરિક કે માનસિક દુઃખને નિમિત્ત થાય છે. તે ધ્યાનનું નામ આર્તધ્યાન છે. યેય પદાર્થના વિષયમાં અતુટ તેલની ધારા જે જે ચિત્તવૃત્તિને પ્રવાહ છે તેને ધ્યાન કહે છે. આ ધ્યાનનો સદુભાવ સમરત સંસારી જીવમાં હોય છે. તેને કાળ અખ્તમુદ્દત પર્યન્તને જ કહ્યો છે. ત્યારબાદ ચિત્તવૃત્તિની ધારા બદલાઈ જાય છે દુઃખને “ઋત” કહે છે. જે ધ્યાન થવામાં છત (દુઃખ) ને ઉગ કે તીવ્રતા નિમિત્તરૂપ છે, તે ધ્યાનનું નામ આર્તધ્યાન છે. કૂર પરિણામેને (મનેભાને) રૌદ્ર કહે છે. જે ધ્યાન દૂર પરિણામોને નિમિત્ત થાય છે, તે ધ્યાનને રૌદ્ર ધ્યાન કહે છે. એ જ વાત નીચેના સૂત્રમાં પ્રકટ કરી છે-“ચતિ પરાનું શુતિ રુદ્રઃ સુરત, સેવ -તર વા તૈ” જે અન્યને રડાવે છે, તે રૂદ્ર છે-દુઃખના કારણરૂપ છે. તેના દ્વારા જે કરવામાં આવે છે અથવા તેનું જે કર્મ છે તે રૌદ્ર છે. એવું રૌદ્રધ્યાન હિંસા આદિ અતિકૂર પરિણામેના નિમિત્તને લીધે થાય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧ ૭૫