________________
જે ધ્યાન શુભરાગ અને સદાચરણનું પિષક હોય છે, તે ધ્યાનને ધર્મધ્યાન કહે છે. એટલે કે શ્રત અને ચારિત્રધર્મથી યુક્ત જે ધ્યાન છે તેનું નામ ધર્મધ્યાન છે. મનની અત્યન્ત નિર્મળતાને સદૂભાવ હોય ત્યારે જે એકાગ્રતા થાય છે તેનું નામ શુકલધ્યાન છે. “શુFરું-શોધત-અદા કર્મકહ્યુંશો વા જાત-નર્યાત ગુરુમ્ ” જેના દ્વારા આઠ પ્રકારના કર્મમલની શદ્ધિ થાય છે, અથવા જેના દ્વારા શકને દૂર કરાય છે એવા ધ્યાનનું નામ શુકલધ્યાન છે. તે ધ્યાન મેક્ષ આદિ ફલને પ્રાપ્ત કરાવનાર છે.
હવે આર્તધ્યાનના ચાર પ્રકારનું પથીકરણ કરવામાં આવે છે– “અમનોજ્ઞસંચોરાસંપ્રયુકતઃ ” ઈત્યાદિ
અમનોજ્ઞ (અનિષ્ટ-અણગમતા) શબ્દાદિકના સંપ્રયોગથી ( સંબંધથી) યુક્ત જે પુરુષ હોય, એવા પુરુષના ચિત્તમાં તે અમનેણ વસ્તુને દૂર કરવા માટે એક પ્રકારની નિશ્ચલતા આવી જાય છે (એ જ તદ્ધિ પ્રયોગ સ્મૃતિ સમન્વાહાર છે, તેમાં આ પ્રકારનું ધ્યાન થાય છે ) તેના મનમાં એ વિચાર આવ્યા કરે છે કે કેવી રીતે આ અમનેઝ શબ્દાદિ કેની સાથે મારે સંબંધ છૂટી જાય. તેને માટે મનમાં જે એક પ્રકારની એકાગ્રતા આવી જાય છે, એ જ આ આર્તધ્યાનને પહેલે ભેદ છે. આ કથનનો ભાવાર્થ આ પ્રમાણે છે –
અનિષ્ટ શબ્દાદિકને ઈન્દ્રિયાદિની સાથે સંપર્ક થવાથી તેમના વિયેગને માટે તેમાંથી મુક્ત થવાને માટે ચિત્તમાં એક પ્રકારની ચિન્તવના સતત ચાલ્યા કરે છે, એ જ આર્તધ્યાનના પ્રથમ ભેદરૂપ છે.
આર્તધ્યાન બીજે ભેદ–મનેઝ શબ્દાદિકને વિગ થવાથી તેમની પ્રાપ્તિને માટે સતત ચિન્તવન કર્યા કરવું, તે આર્તધ્યાનના બીજા ભેદરૂપ સમજવું.
આર્તધ્યાનને ત્રીજો ભેદ–વાત, પિત્ત અને કફજનિત રોગથી પીડાતે. જીવ તેમાંથી મુક્ત થવા માટે જે સતત ચિન્તવન કર્યા કરે છે (મારે આ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૭૬