________________
વિસ્તારવાળી બે સંઘાટી અને (૪) ચાર હાથપ્રમાણ વિસ્તારવાળી એક સંઘાટી.
આ સૂત્રનું વિશેષ સ્પષ્ટીકરણ–તૃણ રૂપ જે બાદર વનસ્પતિકાયિક છે તે અહીં તૃણ વનસ્પતિકાયિક પદથી ગૃહીત થઈ છે. તે તૃણ વનસ્પતિકાયિકના જે ચાર પ્રકાર કહ્યા છે, તેનું સ્પષ્ટીકરણ હવે કરવામાં આવે છે
(૧) “અઝબીજ” જેના અગ્રભાગમાં બીજ હોય છે એવા ડાંગર આદિ તૃણ વનસ્પતિકાયિકને આ પ્રકારમાં મૂકી શકાય છે.
(૨) “ મૂલબીજ ” જેમનાં મૂળ જ બીજરૂપ હોય છે એવા કમલકન્દ આદિને આ પ્રકારમાં મૂકી શકાય છે.
(૩) પર્વબીજ” પર્વજ જેમના બીજરૂપ હોય છે એવી શેરડી આદિને પર્વબીજ વનસ્પતિકાયિક કહે છે.
(૪) “કન્તબીજ” જેનું થડ જ બીજરૂપ હોય છે એવી સલકી આદિ વનસ્પતિને સ્કન્ધબીજ વનસ્પતિકાયિક કહે છે.
આ પ્રમાણે વનસ્પતિકાયિક જીનાં ચાર સ્થાનનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કેકેટલાક જીવો વનસ્પતિકાચિકેમાં જીવ છે, એ વાતને શ્રદ્ધાની નજરે જોતા નથી. તેઓ તેમની વિરાધના કર્યા કરે છે. એવા જ મહારંભ અને મહાપરિગ્રહવાળા હોવાને કારણે નરકમાં જાય છે, ત્યાં ઉત્પન્ન થયા બાદ તે નારક જીવો કયા કયા કારણોને લીધે આ મનુષ્ય લેકમાં આવવાની ઈચ્છા કરે છે, તે વાત હવે સૂત્રકાર પ્રકટ કરે છે–
પહેલું કારણ આ પ્રમાણે છે-નરકમાં ઉત્પન્ન થયેલે ન જવ ત્યાં ઉત્પન્ન થતાંની સાથે જ ત્યાંની અતિ પ્રબલ અસાતવેદનીય રૂ૫ વેદનાને અનુભવ કરે છે. આ વેદના સહન નહીં થઈ શકવાને કારણે તે આ મનુષ્ય લેકમાં આવવાની ઈચ્છા કરે છે, પરંતુ શીત ઉષ્ણ આદિ તીવ્ર વેદનાથી અભિભૂત હોવાને કારણે તે અહીં આવી શક્તિ નથી.
જ્યાંથી અય એટલે કે શુભ-સુખ નિર્ગત થઈ ગયું હોય છે, એવા સ્થાનનું નામ નિરય (નરક) છે. તે નિરયમાં ઉત્પન્ન થતા જીવને નરયિક કહે છે. અહીં સત્રમાં “વ્ય” આ પદ વાક્યાલંકાર રૂપે વપરાયું છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧ ૭૨