________________
બનશે પણ મન, સંકલ્પ, પ્રજ્ઞા, દષ્ટિ, શીલાચાર, વ્યવહાર અને પરાક્રમ આ સાત પદેને અનુક્રમે શુચિ અશુચિ સાથે યોજવાથી માત્ર પુરુષ સંબંધી સાત ચતુર્ભાગી બને છે–વસ્ત્ર સંબંધી સાત ચતુર્ભગી સંભવી શકતી નથી, કારણ કે અચેતન વસ્ત્રમાં મન આદિ પુરુષ ધર્મોને સદ્ભાવ હોતું નથી. આ વાત “ જાવ પરમે” આ સૂત્રપાઠ દ્વારા સૂચિત થઈ છે
દુષ્ટાન્તભૂત કેરક સૂત્ર” નારિ જોવા” ઈત્યાદિ. “આમ્રફલ પ્રલમ્બ કરક' આદિના ભેદથી કરકના જે ચાર પ્રકાર કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે–આંબાના વૃક્ષમાં જે લટકતી વસ્તુ છે તેને આમ્રપ્રલમ્બ કહે છે. આ આમ્રપ્રલમ્બની જે કલિકા હોય છે, તે અહીં “આમ્રપ્રલમ્બ કલિકા ' પદથી ગૃહીત થયેલ છે. આમ્રપ્રલમ્બ એટલે આમ્રફળ (કેરી)એ જ પ્રમાણે તાલપ્રલમ્બ કેરક એટલે તાડફલ કલિકા” થાય છે, વલલી પ્રલમ્બ કેરક એટલે વલ્લી ફલની કલિકા અને મેંઢ વિષાણા પ્રલમ્બ કેરક શબ્દને અર્થ “મેંઢ વિષાણુ ફલ કલિકા થાય છે. ઘેટાના શિંગડાંના આકારના ફલવાળી એક વનસ્પતિ થાય છે (કદાચ ખીજડા માટે આ શબ્દ વપરાતો હોય), તેના પ્રલબને (ફલને) જે શેરફ (શિંગ) હોય છે તેને અહીં મેષવૃષાણ પ્રલમ્બ કોરક પદ દ્વારા ગ્રહણ કરવામાં આવેલ છે. આ ચાર પ્રકારના કારક અને દાબ્દતિક પુરુષ વચ્ચે શી સમાનતા છે તે સૂત્રકાર પ્રકટ કરે છે –
(૧) જેમ આમ્રફલ કોરકનું રક્ષણ કરવામાં આવે તો ઉચિત સમયે સમુચિત સ્વાદવાળા ફળ આપે છે, તેમાં કેટલાક પુરુષે એવા હોય છે કે તેમની સેવા કરવામાં આવે તો ઉચિત સમયે સમુચિત ઉપકાર રૂપ ફલનું પ્રદાન કરે છે, એવા પુરુષને પહેલા પ્રકારમાં ગણાવી શકાય છે. (૨) તાડ પ્રલમ્બ કરકની દીર્ઘકાળ પર્યત રક્ષા કરવામાં આવે, તે મહામુશ્કેલીએ ફલની પ્રાપ્તિ થાય છે, એ જ પ્રમાણે કેટલાક પુરુષે દીર્ઘકાળ પર્યત સેવિત થયા બાદ મહામુશ્કેલીએ ઉપકારનું ફલ દેનારા હોય છે, તેમને બીજા પ્રકારમાં મૂકી શકાય છે. (૩) જે પુરુષ વિના મુશ્કેલી જલ્દીમાં જદી ઉપકારને બદલે વાળી આપે છે, તેને વલ્લી પ્રલમ્બ કેરક સમાન ગણાય છે, કારણ કે વલ્લીપ્રલમ્બ કેરક થોડા સમય સુધી સેવિત થવા છતાં પણ શીઘ્રતાથી ફલપ્રદાન કરે છે. (૪) જે પુરુષની સેવા કરવા છતાં પણ સેવા કરનાર પુરુષને કે લાભ થતો નથી, માત્ર મીઠાં મીઠાં વચન જ સંભળાવ્યા કરે છે, એવા પુરુષને મેષ વિષાણા પ્રલમ્બ કેરક સમાન કહ્યો છે. મેષવિષાણ પ્રલમ્બ કેકની રક્ષા કરવા છતાં પણ રક્ષકને હિતકર ફળની પ્રાપ્તિ થતી નથી, કારણ કે તેનાં ફળ સ્વાદરહિત હોય છે. આ પ્રમાણે ઉપકારને બદલે ન વાળી આપનારને આ ચોથા પ્રકારમાં મૂકી શકાય છે. ૪ ૨૮ સૂ. ૫ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૬૭