________________
ધુણ દૃષ્ટાંતસે પુરુષાદિકા નિરૂપણ
હવે સૂત્રકાર ઘુણ (કીડા) ના દષ્ટાન્ત દ્વારા ચાર પ્રકારના પુરુષોનું નિરૂપણ કરે છે-“વારિ ઘુ ઘomત્તા” ઈત્યાદિ
સૂત્રાર્થ-ઘુણ એટલે કીડો. ઘુણ ચાર પ્રકારના કહ્યા છે–જેમકે (૧) વકુ ખાદ, (૨) છલી ખાદ, (૩) કાષ્ઠ ખાદ અને (૪) સાર ખાદ. એ જ પ્રમાણે ચાર પ્રકારના ભિક્ષાક (ભિક્ષુક ) કહ્યા છે-(૧) ત્વક્ ખાદ સમાન, (૨) છેલ્લી ખાદ સમાન, (૩) કાષ્ઠ ખાદ સમાન અને (૪) સાર ખાદ સમાન.
વખાદ સમાન ભિક્ષુકનું તપ સારબાદ સમાન કહ્યું છે. સારખાદ સમાન ભિક્ષકનું ત્વખાદ સમાન તપ કહ્યું છે, છલી ખાદ સમાન ભિક્ષુકનું કાષ્ઠ બાદ સમાન તપ કહ્યું છે અને કાષ્ઠનાદ સમાન શિક્ષકનું છલીખાદ સમાન તપ કર્યું છે. આ સૂત્રને ભાવાર્થ નીચે પ્રમાણે છે–
કાષ્ટવેધક કીડાને ઘુણ કહે છે. તે ઘુણના જે ચાર પ્રકાર કહ્યા છે–તેને સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે–(૧) જે ઘુણ વૃક્ષની છાલના બહારના ભાગનું ભક્ષણ કરે છે, તેને વખાદ ઘુણ કહે છે. (૨) જે ઘુણ છાલની અંદરના ભાગનું ભક્ષણ કરે છે, તેને છલીખાદ ઘુણ કહે છે. (૩) જે ધુણ કેવળ કાષ્ઠનું જ ભક્ષણ કરે છે, તેને કાઝખાદ ઘુણ કહે છે (૪) જે ધુણ કાષ્ઠના સાર ભાગનું જ ભક્ષણ કરે છે તેને સારબાદ ધુણ કહે છે. કાષ્ઠના મધ્ય ભાગને તેને સાર ભાગ કહે છે, સારખાદનું બીજું નામ વજમુખ ઘુણ છે.
હવે ઘુણના આ ચારે પ્રકારને દાક્ટોતિક ભિક્ષાક સૂત્ર (ભિક્ષુક સૂત્ર) સાથે ઘટાવવા નિમિત્તે સૂત્રકાર “gવમેવ” ઈત્યાદિ સૂત્રે કહે છે. આ સૂત્ર દ્વારા જે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે ઘુણના જેવા ચાર પ્રકાર કહ્યા છે, એવા ચાર પ્રકાર ભિક્ષાકના પણ પડી શકે છે. ભિક્ષુકને ભિક્ષાક પણ કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૬૮