________________
પણ ગ્રહણ કરવું જોઈએ. જે વસ્ત્ર સ્વભાવતઃ શુદ્ધ હોવા છતાં પાછળથી અપવિત્ર થઈ જાય છે, એવા વસ્ત્રને શુચિ અશુચિ રૂપ બીજા પ્રકારમાં ગણાવી શકાય છે. જે વસ્ત્ર અશુચિ ( અપવિત્ર) હોવા છતાં પાછળથી શુચિ બની જાય છે તેને અશુચિ શુચિ રૂપ ત્રીજા પ્રકારમાં ગણાવી શકાય છે અને જે વસ્ત્ર અશુચિ અવસ્થામાં જ કાયમ ચાલુ રહે છે તેને અશુચિ અશુચિ રૂપ ચોથા પ્રકારમાં મૂકી શકાય છે. વસ્ત્રને અનુલક્ષીને શુચિ અશુચિની અપેક્ષાએ જે ચાર ભાંગાનું કથન કરવામાં આવ્યું છે, એવાં જ ચાર ભાંગાનું કથન પુરુષના વિષયમાં પણ થવું જોઈએ-મનુષ્ય વિષયક ચાર ભાંગી આ પ્રમાણે બનશે-(૧) જે મનુષ્ય સ્વભાવતઃ પવિત્ર હોય અને સદાચારનું પાલન કરવાને લીધે પવિત્ર જ રહે છે, તેને “ શુચિ શુચિ ” રૂપ પહેલા ભાંગામાં મૂકી શકાય છે. (૨) જે પુરુષ પહેલાં પવિત્ર હોય, પણ ભવિષ્યમાં કોઈ કારણને લીધે અસદાચારી બની જાય છે, એવા પુરુષને “શુચિ અશુચિ” રૂપ બીજા પ્રકારમાં ગણાવી શકાય છે. (૩) જે પુરુષ પહેલાં અસદાચારના પાલનને લીધે અપવિત્ર હોય, પણ પાછળથી સદાચાર આદિના પાલનને કારણે પવિત્ર બની ગયું હોય, તેને “અશુચિ શુચિ” રૂપ ત્રીજા પ્રકારમાં સમાવી શકાય છે. (૪) જે પુરુષ પહેલાં પણ અસદાચારના પાલનને લીધે અપવિત્ર હોય અને પછી પણ એ જ અપવિત્ર રહે છે તેને “અશુચિ અશુચિ” રૂપ ચોથા પ્રકારમાં મૂકી શકાય છે.
gવં નવ” ઈત્યાદિ–જે પદ્ધતિથી આ શુચિ અશુચિ દૃષ્ટાન્તરૂપ વૃક્ષ અને દાબ્દન્તિક પુરુષની અપેક્ષાએ પ્રકટ કરવામાં આવી છે, એ જ પ્રમાણે શુચિ–અશુચિ પદેની સાથે પરિણત રૂપ, મન, સંક૯૫ આદિ પૂર્વોક્ત પદોને જેડીને ચાર ચાર ભાંગાનું પ્રત્યેકમાં કથન થવું જોઈએ. શુચિ અશુચિ પદોની સાથે “પરિણત” અને “રૂપ” પદને જવાથી ટાન્તભૂત વસ્ત્રની અપેક્ષાએ બે ચતુર્ભાગી બનશે અને દાર્ટી તક પુરુષની અપેક્ષાએ પણ બે ચતુભગી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૬ ૬