________________
જે પુરુષ યથાવસ્થિત (જેવું હોય એવું જ ) વસ્તુનું કથન કરતા હોય છે અને પ્રતિજ્ઞા અનુસાર જ કરનારે હોય છે, એવા તે પુરુષને સત્ય પુરુષ કહ્યો છે. એ તે પુરુષ આગળ જતાં સંયમ ધારણ કરીને જગતના મિત્રરૂપ બની જાય છે, એવા પુરુષને સત્ય સત્ય” નામના પહેલા પ્રકારના પુરુષમાં ગણાવી શકાય છે. અથવા જે પહેલાં પણ સત્યને આરાધક હોય અને પાછ. નથી પણ સત્યને આરાધક જ ચાલુ રહે છે, તેને “સત્ય સત્ય” રૂપ પહેલા પ્રકારમાં ગણાવી શકાય છે. (૨) “સત્ય અસત્ય” જે પુરુષ પહેલાં સત્યને પાલક હોય, પણ પાછળથી અયથાર્થ વસ્તુના પરિફથન દ્વારા અથવા પ્રતિજ્ઞાત અર્થનું ઉલ્લંઘન કરવાને કારણે અસત્ય રૂપ બની ગયેલ હોય તેને સત્ય અસત્ય પુરુષ કહે છે. બાકીના બે ભાંગા આ પ્રમાણે છે (૩) અસત્ય સત્ય અને (૪) અસત્ય અસત્ય. આ બન્નેને ભાવાર્થ ઉપરના બે ભાંગાના ભાવાર્થને આધારે સમજી લે.
જે પ્રકારે સત્યાસત્ય પદઘટિત આ ચતુભગી કહેવામાં આવી છે, એ જ પ્રકારે આ પદેની સાથે પરિણત આદિ પરાક્રમ પર્યન્તના પૂર્વોક્ત પદને ચેજિત કરીને ચાર ચાર ભાંગાવાળા સૂત્રનું કથન થવું જોઈએ
વત્તા વસ્થા” ઈત્યાદિ–
આ સત્ર દ્વારા વસ્ત્રના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહેવામાં આવ્યા છે. (૧) શુચિ શુચિ, (૨) શુચિ અશુચિ, (૩) અશુચિ શુચિ અને () અશુચિ અશુચિ, એ જ પ્રમાણે પુરુષના પણ નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે– (૧) શચિ શુચિ, (૨) શુચિ અશુચિ, (૩) અશુચિ શુચિ અને (૪) અશુચિ અશુચિ. એ જ પ્રમાણે શુચિ અશુચિ પદની સાથે પરિણત, રૂપ, મન, સંકલ, પ્રજ્ઞા, દષ્ટિ, શીલાચાર, વ્યવહાર અને પરાક્રમ આ પદોને જોડીને ચાર ચાર ભાંગાવાળા સૂત્રનું કથન થવું જોઈએ. જે વસ્ત્ર સ્વભાવથી પવિત્ર હોય અને આગળ જતાં પણ સંસ્કારની અપેક્ષાએ અથવા કાળભેદની અપેક્ષાએ પવિત્રજ રહે છે. એવા વસ્ત્રને શુચિ શુચિ રૂપ પહેલા પ્રકારમાં મૂકી શકાય છે. શુદ્ધ વાના પ્રકરણમાં જેવું કથન કરવામાં આવ્યું છે, એવું કથન શુચિવ વિષે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧ ૬૫