________________
કેરક ચાર કહ્યાં છે-(૧) આમ્રપ્રલમ્બ કેરક, (૨) તાલપ્રલમ્બ કેરક, વલીપ્રલમ્બ કેરક અને મેંઢ વિષાણુ પ્રલમ્બ કરક.
હવે આ સૂત્રને ભાવાર્થ પ્રકટ કરવામાં આવે છે–(૧) અભિજાત (અથવા અતિયાત) પુત્ર તેને કહે છે કે જે પિતા કરતાં પણ વધારે સંપત્તિવાળા હોય છે જેમકે ભગવાન ઋષભદેવ. (૨) અનુજાત પુત્ર તેને કહે છે કે જે પિતાના જેટલી જ વિભૂતિ (સંપત્તિ) વાળો હોય છે. જેમકે મહાયશ. તે તેના પિતા આદિત્યયશના જેટલી જ વિભૂતિવાળે હતો. “ અપજાત પુત્ર” અપ જાત પુત્ર તેને કહે છે કે જે પિતા કરતાં ન્યૂન સંપત્તિવાળો હોય અથવા પિતા કરતાં ગુણોમાં હીન હાય. જેમકે આદિત્ય યશ તે તેના પિતા ભરત કરતાં ગુણેની અપેક્ષાએ હીન હતો. (૪) કુલાંગાર પુત્ર તેને કહે છે કે જે પિતાના અનાચારથી કુળને કલંક લગાડે છે, પરને પીડાકારી હોય છે. જેમકે કંડરીક અહીં અંગાર” પર “અંગાર સમાનનું ” બેધક છે.
અહીં જે પ્રકારે પુત્રમાં ચતુર્વિધતા પ્રકટ કરવામાં આવી છે, એ જ પ્રકારે શિષ્યમાં પણ ચતુર્વિધતા સમજવી, કારણ કે “સુત” શબ્દ શિષ્યના અર્થને પણ બેધક છે. (૧) જે શિષ્ય પિતાના ગુરુ કરતાં પણ અધિક પ્રભાવ શાળી હોય છે તેને અતિજાત શિષ્ય કહે છે. જેમકે સિંહગિરિ કરતાં વા. સ્વામી વધારે પ્રભાવશાળી હતા. (૨) જે શિષ્ય પિતાના ગુરુ સમાન ગુણ હોય છે તેને અનુજાત શિષ્ય કહે છે. જેમકે શર્યાભવને શિષ્ય પ્રભવસ્વામી.
(૩) જે શિષ્ય ગુરુ કરતાં હીન ગુણવાળો હોય છે તેને અપજાત શિષ્ય કહે છે, જેમકે જંબૂસ્વામી કરતાં પ્રભવસ્વામી હીન ગુણોવાળ હતા. (૪) જે શિષ્ય ગુરુનો દૂષક હોય છે તેને કુલાંગાર શિષ્ય કહે છે. જેમકે કુલવાલુક અથવા ઉદાયન રાજાને મારનારો.
“વારિ દુરિતકાચા ” ઈત્યાદિ– પુરુષોના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે-(૧) “સત્ય સત્ય છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧ ૬૪