________________
આદિની અપેક્ષાએ અશુદ્ધ હોય છે, અને જીવનને શુદ્ધ બનાવવાનો પ્રયતનશીલ થતા નથી, આ કારણે જે કાયમ અશુદ્ધ જ રહે છે, તેમને આ ચેથા પ્રકારમાં મૂકી શકાય છે.
વસ્ત્રને અનુલક્ષીને શુદ્ધ-અશુદ્ધ, આ પદે સાથે પરિણત પદને જવાથી નીચે પ્રમાણે ચાર ભાંગા બને છે –(૧) શુદ્ધ શુદ્ધ પરિણુત, (૨) શુદ્ધ અશુદ્ધ પરિણત, (૩) અશુદ્ધ શુદ્ધ પરિણત અને (૪) અશુદ્ધ અશુદ્ધ પરિણત.
રાષ્ટ્રતિક પુરુષને અનુલક્ષીને પણ ચાર ભાંગાઓ ગ્રહણ કરવા જોઈએ. એ જ પ્રમાણે દષ્ટાન્તભૂત વસ્ત્રમાં શુદ્ધ અશુદ્ધ પદની સાથે રૂપ પદને જીને. જે ચાર ભાંગનું કથન કરવામાં આવ્યું છે, તે ચાર ભાંગાનું કથન રાષ્ટ્રતિક પુરુષને અનુલક્ષીને પણ થવું જોઈએ. જેમકે (૧) શુદ્ધ શુદ્ધ રૂ૫, (૨) શુદ્ધ અશુદ્ધ રૂપ, (૩) અશુદ્ધ શુદ્ધ રૂપ અને (૪) અશુદ્ધ અશુદ્ધ રૂપ.
પરિણત અને રૂપઘટિત આ દષ્ટાન્ન અને દાર્ટાનિકાની ચતુર્ભગીની વ્યાખ્યા સૂત્ર બેમાં આપ્યા અનુસાર જ સમજી લેવી.
હવે મન, આદિ પરાક્રમ પર્યન્તના સાત પદોને શુદ્ધ અશુદ્ધ પદે સાથે જીત કરીને જે સાત ચતુર્ભગીઓ બને છે, તેનું સૂત્રકાર સ્પષ્ટીકરણ કરે છે.
શદ્ધ અશુદ્ધ પદે સાથે મનને ચેજિત કરવાથી નીચે પ્રમાણે ચાર ભાંગા બને છે-(૧) “શુદ્ધ શુદ્ધ મના” જે પુરુષ બહારથી વચન આદિની અપેક્ષાએ શદ્ધ હોય, અને જેનું અંતઃકરણ પણ શુદ્ધ હોય તેને “શુદ્ધ શુદ્ધ મનવાળે ? કહે છે. એવા પુરુષને આ પહેલા પ્રકારમાં ગણાવી શકાય છે.
બીજો ભાંગ-શુદ્ધ અશુદ્ધ મનવાળા, (૩) અશુદ્ધ શુદ્ધ મનવાળા અને ૪) અશદ્ધ અશુદ્ધ મનવાળા. જેવી રીતે શુદ્ધ અશુદ્ધ પદને મન સાથે ચેજિત કરીને ચાર ભાંગાવાળું આ સૂત્ર કહેવામાં આવ્યું છે, એ જ પ્રમાણે સંક૯૫થી લઈને પરાક્રમ સુધીના ઉપર્યુક્ત પદને પણ શુદ્ધ અશુદ્ધ પદે સાથે
જીને ચાર ચાર ભાંગાવાળા બીજા છ સૂત્રો પણ પુરુષ જાતને અનુલક્ષીને કહેવા જોઈએ. દેષ્ટાન્તભૂત વસ્ત્રમાં મન આદિ સાતે વસ્તુને અભાવ હોવાથી તેને અનુલક્ષીને અહીં સૂત્રો બની શકતા નથી એમ સમજવું.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૬ ૨