________________
પ્રતિમાપ્રતિપન્ન પુરૂષકે કલ્પનીય ભાષાદિકા નિરૂપણ
પ્રતિમા પન્ન પુરુષે (સાધુએ) કેવી ભાષા બોલવી જોઈએ તે સૂત્રકાર પ્રકટ કરે છે-“ઘહિમપરિવર્નર i ગળણઈત્યાદિ
પ્રતિમાપ્રતિપન્ન (પ્રતિમાઓની આરાધના કરતા) અણગારને માટે આ ચાર ભાષાઓ બેલવા ચોગ્ય કહી છે-(૧) યાચની, (૨) પ્રચ્છની, (૩) અનુજ્ઞાપની અને (૪) પૃષ્ટ વ્યાકરણ. ભાષા ચાર પ્રકારની કહી છે–સત્ય ભાષા, (૨) મૃષા ભાષા, (૩) સત્ય મૃષા અને (૪) અસત્ય મૃષા.
ભિક્ષ પ્રતિમા ૧૨ કહી છે. તે પ્રતિમાઓનું પાલન કરી રહ્યો હોય એવા અણગારને આ ચાર પ્રકારની ભાષા બોલવી કપે છે–કલ્પનીય વસ્તુ જે ભાષાને સહારે માંગી શકાય છે, તે ભાષાને “યાચની ભાષા” કહે છે. જે ભાષાને સહારે માર્ગાદિ કેની પૃચ્છા કરવામાં આવે છે, અથવા પ્રજનવશ સૂત્ર અને અર્થ પૂછવામાં આવે છે, તે ભાષાને “પ્રચ્છની ભાષા કહે છે. જે ભાષા દ્વારા અનુજ્ઞાપના કરવામાં આવે છે–એટલે કે ઉધાન આદિના માલિ. કની અનુજ્ઞા લેવામાં આવે છે, તે ભાષાને “અનુજ્ઞાપની ભાષા” કહે છે. પૂછવામાં આવેલી વાતને જે ભાષા દ્વારા ઉત્તર દેવામાં આવે છે તે ભાષાને પૃષ્ઠવ્યાકરણ ભાષા” કહે છે.
ભાષાના જે ચાર પ્રભેદ કહેવામાં આવ્યા છે, તેને ભાવાર્થ હવે પ્રકટ કરવામાં આવે છે તેને (મુનિજનોને), ગુણેને અને જેને માટે જે હિતકારી ભાષા છે, તેને સત્ય ભાષા કહે છે. જેમકે “આત્મા છે,” આ પ્રકારનું પ્રતિપાદન કરનારી ભાષા સત્યભાષા ગણાય છે. વિદ્યમાન અર્થનું ઉત્પાદન ( નિષેધ) કરનારી જે ભાષા છે, તેને મૃષા ભાષા કહે છે. જેમકે.. આત્મા નથી”, આ પ્રકારનું પ્રતિપાદન કરનારી ભાષાને મૃષા ભાષા કહે છે.
જે ભાષા અંશતઃ સત્ય હોય અને અંશતઃ અસત્ય હૈય, એવી ભાષાને સત્ય મૃષા ભાષા કહે છે. જેમકે “આત્મા છે અને તે અકર્તા છે” અહીં “આત્મા છે” આટલું કથન તે સત્ય જ છે, પણ “તે અકર્તા છે” આ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૫૯