________________
હોય છે અને અંદરથી પણ કપટ જાળયુક્ત દુજનના જે કુટિલ જ હેય છે, અથવા તે પહેલાં પણ કુટિલ હોય છે અને પછી પણ કુટિલ જ રહે છે.
“gવં ” ઈત્યાદિ–આ સૂત્ર દ્વારા હવે સૂત્રકાર એ પ્રકટ કરે છે કે–જેમ ઉન્નત અને પ્રણત વિષયક સૂત્રોની સાથે ઉન્નત પ્રણત પરિણત રૂપ જોડીને દષ્ટાન્ત રાષ્ટ્રન્તિક સંબંધી ૬ સૂત્રે બનાવવામાં આવ્યા છે, એ જ પ્રમાણે “ઉન્નત પ્રણત” શબ્દની સાથે મન, સંકલ્પ, પ્રજ્ઞા, દષ્ટિ, શીલાચાર, વ્યવહાર અને પરાક્રમ, આ સાત પદ જેડીને વૃક્ષના દષ્ટન્ત રહિત બીજા સાત સૂત્રો પણ બનાવવામાં આવ્યાં છે. આ પ્રમાણે કુલ ૧૩ સૂત્રે બનાવવામાં આવ્યાં છે જેમકે...(૧) ઉનત-ઉન્નત, (૨) ઉનત-પ્રણત, (૩) પ્રસ્કૃત ઉન્નત અને (૪) પ્રત–પ્રણત, આ ચાર ભાંગા વૃક્ષને અનુલક્ષીને બનાવ્યા છે. આ રીતે વૃક્ષના દૃષ્ટાન્તવાળું આ પ્રથમ સૂત્ર છે.
અને એ જ પ્રમાણે દાર્ટાબ્લિક પુરુષની સાથે ઉન્નત-ઉન્નત, આદિ ચાર ભાંગને ચેજિત કરીને પુરુષ વિષયક બીજું સૂત્ર બનાવ્યું છે. (૧) ઉન્નત ઉન્નત પરિણત (૨) ઉન્નતાણુતપરિણત, (૩) પ્રણતઉન્નતપરિણુતા અને (૪) પ્રકૃતિ પ્રણત પરિણત, આ ચાર ભાંગા ઉન્નત-પ્રણતની સાથે પરિણતને ચેજિત કરીને વૃક્ષને અનુલક્ષીને કહ્યા છે. આ રીતે વૃક્ષ વિષયક ત્રીજું સૂત્ર બનાવ્યું છે. અને આ સૂત્રને દષ્ટાન્તમાં (દાર્ટાનિક પુરુષમાં) ચેજિત કરીને પુરુષ વિષયક ચોથું સૂત્ર બનાવ્યું છે. પાંચમું સૂત્ર આ પ્રમાણે બનાવ્યું છે-(૧) ઉન્નત ઉન્નતરૂપ, (૨) ઉન્નત પ્રણતરૂપ, (૩) પ્રણત ઉન્નત રૂપ અને (૪) પ્રણત પ્રણતરૂપ આ ચાર ભાંગી સંસ્થાન ( આકાર) ની અપે. ક્ષાએ વૃક્ષને અનુલક્ષીને કહ્યા છે. આ ચારે ભાંગાને દાબ્દતિક પુરુષને અg. લક્ષીને ચેજિત કરવાથી છઠું સૂત્ર બન્યું છે.
આ રીતે પહેલેથી છ સુધીના સૂત્રે તે અનુક્રમે દષ્ટાંત અને દાબ્દન્તિક પુરુષની અપેક્ષાએ બતાવવામાં આવ્યા છે. પરંતુ ઉન્નત પ્રણતની સાથે (૧) મન, (૨) સંક૯પ, (૩) પ્રજ્ઞા, (૪) દેષ્ટિ, (૫) શીલાચાર, (૬) વ્યવહાર અને (૭) પરાક્રમ, આ સાતને ચેજિત કરીને જે ચાર ચાર ભાંગાવાળા સાત સૂત્ર બતાવવામાં આવ્યાં છે, તે વિના દૃષ્ટાંત જ બતાવવામાં આવ્યાં છે, કારણ કે મન આદિ ઉપર્યુક્ત સાત ધર્મોને અસંજ્ઞી વૃક્ષમાં સદ્દભાવ હોઈ શકતો નથી.
- આ રીતે દષ્ટાંત વિના (એટલે કે માત્ર પુરુષને અનુલક્ષીને) ચાર ચાર ભાંગાવાળા જે સાત સૂત્ર બતાવ્યાં છે, તે નીચે પ્રમાણે સમજવાએટલે કે સાતમાંથી લઈને ૧૩ માં સુધીના સૂત્રેના ભાંગાનું સ્વરૂપ અહીં પ્રકટ કરવામાં આવે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૫ ૬