________________
જે ગ્રામય પર્યાયમાં ભરત ચક્રવર્તિની જેમ લે કેત્તર જ્ઞાન, ક્યિા આદિ ગુણોની અપેક્ષાએ પણ ઉન્નત રહે તે તેને “ ઉન્નત–ઉનત” રૂપ પહેલા પ્રકારમાં મૂકી શકાય છે અથવા-ઉન્નત ભવવાળે હેવાથી જે ઉન્નત હોય, અને ત્યાર બાદ શુભગતિની પ્રાપ્તિથી આનંદ-કામદેવની જેમ ઉન્નત રહ્યો હોય એવા જીવને પણ “ઉન્નત-ઉન્નત” રૂપ પ્રથમ વિકલ્પમાં મૂકી શકાય છે.
(૨) “ઉન્નત-પ્રણત” જે પુરુષ પહેલાં અદ્ધિ આદિની અપેક્ષાએ ઉન્નત રહ્યો હોય, પણ જે પાછળથી દુર્ગતિશમન આદિની અપેક્ષાએ પ્રણત થઈ ગયે હોય એ સુભૂમચક્રવતી જે જીવ આ બીજા ભાગમાં ગણાવી શકાય છે.
(૩) “પ્રણત-ઉનત” જે પુરુષ પહેલાં જાતિની અપેક્ષાએ અથવા અદ્ધિ આદિની અપેક્ષાએ પ્રભુત રહ્યો હોય પણ પાછળથી શુભતિમાં ગમન થવાને કારણે જે હરિકેશી મેતાર્યની જેમ ઉન્નત થઈ ગયે હેય. આ પ્રકારના પુરુષને આ ત્રીજા ભાંગામાં સમાવેશ થાય છે.
(૪) “પ્રકૃત–પ્રણત” જે પુરુષ પહેલાં જાતિ આદિની અપેક્ષાએ પ્રભુત રહ્યો હોય, અને પછી પણ કાલશૌકરિકની જેમ નરકગમનાદિથી હીન જ રહ્યો હોય. આ પ્રકારના પુરુષને આ ચોથા ભાગમાં મૂકી શકાય છે. આ પ્રકારે દૃષ્ટાંત સૂત્ર અને દષ્ટિબ્લિક સૂત્રનું સામાન્ય રૂપે કથન કરીને હવે સૂત્રકાર તેમના (તે વૃક્ષોના) વિશેષ સુત્રને પ્રકટ કરવા નિમિત્તે આ પ્રમાણે કહે છે-“વત્તા ” ઈત્યાદિ
વૃક્ષ ચાર પ્રકારનાં કહ્યા છે-(૧) “ઉન્નત-ઉન્નત પરિણત” એક પ્રકાર એવો છે કે જે જાતિ આદિની અપેક્ષાએ પહેલાં ઉન્નત હોય છે અને આગળ જતાં એક વૃક્ષ ઉત્તમ રસ રૂપ પરિણામને પ્રાપ્ત થાય છે. જેમકે આમ્રાદિ વૃક્ષ
(૨) “ઉનત–પ્રણત પરિણત” આ પ્રકારમાં એ વૃક્ષેને મૂકી શકાય છે કે જે જાતિ આદિની અપેક્ષાએ ઉન્નત હોવા છતાં પણ કારણવશ ઉન્નત અવસ્થાનો પરિત્યાગ કરી દે છે અને પ્રણત રૂપે પરિણત થઈ જાય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૫૦