________________
ર્થતા ઉત્પન્ન કરનારા અને અશુભાનુબંધ કરનારા થઈ પડે છે. તે ત્રણ સ્થાન આ પ્રમાણે છે
કે પુરુષ મુંડિત થઈને અગારાવસ્થાને પરિત્યાગ કરીને અણગારાવસ્થા ધારણ કરે છે, પરંતુ નિગ્રંથ પ્રવચન પ્રત્યે શંકિત, કાંક્ષિત, વિચિકિત્સત, ભેદ સમાપન અને કલુષ સમાપન છે, અને નિર્મથે પ્રવચન પ્રત્યે શ્રદ્ધા નથી, તેને પિતાની પ્રતીતિમાં લાવતા નથી અને તેમાં રુચિ રાખતું નથી, તે એ અણગાર-દ્રવ્યલિંગી સાધુ આવી પડેલા પરીષહથી આકુલવ્યાકુલ થઈ જાય છે.
(૨) કોઈ પુરુષ મુંડિત થઈને–ગૃહસ્થાવસ્થાના ત્યાગપૂર્વક અણગારાવસ્થા ધારણ કરવા છતાં પણ પાંચ મહાવ્રતમાં શંકિત, કાંક્ષિત, વિચિકિસિત ભેદ સમાપન્ન અને કલુષ સમાપન્ન થાય છે, તથા પાંચ મહાવ્રતે પ્રત્યે શ્રદ્ધાની નજરે જોતો નથી, તેમને પિતાની પ્રતીતિ વિષય બનાવતું નથી અને તેમાં રુચિ રાખતા નથી, તે તે અણગાર દ્રવ્યલિંગી સાધુ તેના ઉપર આવી પડતા પરીષહાથી આકુળવ્યાકુલ થઈ જાય છે.
એ જ પ્રકારે ગૃહસ્થાવસ્થાના પરિત્યાગપૂર્વક અણગારાવસ્થામાં પ્રવજિત થયેલ કેઈ સાધુ જ્યારે છકાયના જીવોના વિષયમાં શકિત, કાંક્ષિત આદિ કલુષ સમાપન્ન પર્યન્તના ભાવથી યુક્ત થાય છે, અને તે ષડૂજીવનિકાયને જે તે શ્રદ્ધાની નજરે જો નથી, તેને પિતાની પ્રતીતિનો વિષય બનાવતું નથી, તેમાં રુચિ રાખતા નથી, તે એવા દ્રવ્યલિંગી સાધુને–પરીષહ આવી આવીને આકુલ-વ્યાકુલ કરી નાખે છે.
હવે એ વાતનું પ્રતિપાદન કરવામાં આવે છે કે ક્યા ત્રણ સ્થાન વ્યવ. સિત ( ઉદ્યમી) જીવને માટે હિતકારી, સુખકારી, સમર્થતા ઉત્પન્ન કરનારા અને અનુગામિતા (શુભાનુબંધ) કારી હોય છે. તે ત્રણ સ્થાન નીચે પ્રમાણે છે–
(૧) કેઈ મનુષ્ય મુંડિત થઈને અગારાવસ્થાના પરિત્યાગપૂર્વક અણુગારાવસ્થા ધારણ કરે છે. તે નિઃશકિત આદિ ભાવોથી નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા રાખે છે, તેની પ્રતીતિ કરે છે અને તેને પિતાની રુચિને વિષય બનાવે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧ ૩૪