________________
મરણકા નિરૂપણ
લેશ્યાઓનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર મરણનું નિરૂપણ કરે છે. મરણુ લેયાવિશિષ્ટ જ હાય છે, આ સંબધને અનુલક્ષીને લેશ્યાનુ નિરૂપણુ કર્યાં બાદ હવે મરણનું નિરૂપણ ચાર સૂત્રેા દ્વારા કરવામાં આવે છે.
' ત્તિવિષે મળે પત્તે ” ઇત્યાદિ
સૂત્રાર્થ –મરણ ત્રણ પ્રકારના કહ્યા છે—(૧) બાલ મરજી, (૨) પાંડિત મરણુ અને (૩) ખાલ પડિત મરણ.
ખાલ મરણના પણું ત્રણ પ્રકાર કહ્યા છે—(૧) સ્થિતિ લેશ્ય, (ર) સ ક્લિષ્ટ વૈશ્ય અને (૩) પવજાત લેશ્ય.
પતિ મરણના પણ ત્રણ પ્રકાર કહ્યા છે—(૧) સ્થિતિ લેશ્ય, (૨) અસલિષ્ટ લેશ્ય અને (૩) પવજાત લેશ્ય.
ખાલ પડિત મરણુના પણ ત્રણુ પ્રકાર કહ્યા છે—(૧) સ્થિતિ લેય, (૨) અસ'ક્લિષ્ટ લેક્ષ્ય અને (૩) અપવજાત લેક્ષ્ય.
ટીકા-મરણનું પ્રતિપાદન કરતાં ચાર સૂત્રેા અહીં આપ્યાં છે. બાલ શબ્દથી અજ્ઞાની જીવ ગૃહીત થયા છે. આ અજ્ઞાન અવસ્થા યુક્ત જીવના મરણને ખાલ–મરણુ કહે છે. આ કથનને ભાવાર્થ આ પ્રમાણે છે—
જીવ જ્યાં સુધી વિરતિસાધક વિવેકથી રહિત જ રહે છે, ત્યાંસુધી તે ખાલ ( અસયત ) જ રહે છે, અને તે કારણે જ તેને અજ્ઞાની કહ્યા છે. આ અજ્ઞ ( જ્ઞાન રહિત ) અવસ્થા રૂપ ખાલદશા સપન્ન જીવનું જે મરણુ છે તેને ખાલમરણ કહે છે. આ મરણથી માતને ભેટતા એવા અજ્ઞાની જીપ દ્વારા વ્રત, પ્રત્યાખ્યાન આદિની આરાધના થતી નથી. વિરતિ રૂપ ફલ દ્વારા જે મરણ થાય છે, તે મરણને પંડિત મરણ કહે છે. જે માણસમાં સારાં નાસાંને વિવેક હાય છે, તેને પતિ કહે છે. તે પંડિતનું જ્ઞાન વિરતિરૂપ ફળથી સફળ બને છે તે તત્વનું જ્ઞાન થઈ જાય છે, તેથી તે સયતાવસ્થાથી યુક્ત થઈ જાય છે. એવા સંયતરૂપ પંડિતનું જે મરણ છે તેને પતિ મરણ કહે છે. વ્રત, પ્રત્યાખ્યાન આદિના સદ્દભાવમાં છદ્મસ્થ મુનિએ આ પ્રકારનું પતિ મરણ પ્રાપ્ત કરે છે, દેશવિરત શ્રાવકના મરણને માલ પતિ મરણ કહે છે. તે દેશવિરત
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૩૧