________________
જિન ત્રણ પ્રકારના કહ્યા છે-(૧) અવધિજિન-અવધિજ્ઞાનની પ્રધાનતાવાળો જિન, (૨) મન:પર્યવજ્ઞાન જિન-એટલે કે મનઃ પર્યાવજ્ઞાનની પ્રધાનતા વાળો જિન, અને (૩) કેવળજ્ઞાન જિન-એટલે કે કેવળજ્ઞાનની પ્રધાનતાવાળે જિન. આ ત્રણ પ્રકારના જે જિન કહ્યા છે તેમાંના અવધિજ્ઞાન જિન અને મન:પર્યવજ્ઞાન જિન, આ બે કેવળજ્ઞાન જિનની જેમ યથાર્થ રૂપે જિન નથી, કારણ કે તેમનું જે જ્ઞાન હોય છે તે વિકલ (દેશપ્રત્યક્ષ) હોય છે, પરન્તુ કેવળજ્ઞાન જિનનું જ્ઞાન સકળ પ્રત્યક્ષ હોય છે, છતાં પણ કેવળજ્ઞાન જિનનું પ્રત્યક્ષ જ્ઞાન જેમ પિતાના વિષયમાં પૂર્ણરૂપે વિશદ હોય છે, એ જ પ્રમાણે અવધિજ્ઞાન જિન અને મન:પર્યવજ્ઞાન જિનેનાં જ્ઞાન પણ પિતપોતાના વિષયમાં પૂર્ણરૂપે વિશદ હોય છે. જેવી રીતે તેમનું પ્રત્યક્ષ અતીન્દ્રિય હોય છે, એ જ પ્રમાણે તે બને જ્ઞાન પણ અતીન્દ્રિય હોય છે. તેમને પ્રત્યક્ષમાં સંકલતા અને વિકલતા તે વિષયપાધિજન્ય છે, તેથી નિશ્ચય પ્રત્યક્ષ જ્ઞાનવાળા હોવાથી તે બન્ને જિનને ભગવાન જેવાં જ જિન માનવામાં આવ્યા છે, આ કથનને ઔપચારિક કથન જ સમજવું જોઈએ. વાસ્તવમાં કેવળજ્ઞાની જીવને જ ખરા જિન કહી શકાય છે. કેવળજ્ઞાની અને “જિન” કહેવાનું કારણ એ છે કે તેઓ સર્વજ્ઞ હોય છે. કેવળ પદને અર્થ એક, અનન્ત અથવા પૂર્ણ થાય છે. જેમના જ્ઞાનાદિક એક અથવા અનન્ત અથવા પૂર્ણ હોય છે તેમને કેવલી કહે છે. કહ્યું પણ છે કે “જલિ વખi” ઈત્યાદિ–
તે કેવલીના પણ અવધિજ્ઞાની, મન ૫ર્યવજ્ઞાની અને કેવળજ્ઞાની, એ ત્રણ ભેદ કહ્યા છે. અવધિજ્ઞાની કેવલી અને મનઃ૫ર્ચવજ્ઞાની કેવલિ, આ બનને જિનની જેમ નિશ્ચય (નિયત) પ્રત્યક્ષ જ્ઞાનવાળા હોય છે, તેથી તેમને ઔપચારિક રીતે જ કેવલી કહેવામાં આવેલ છે, અને ત્રીજા જે કેવળજ્ઞાની કેવળી છે તેમને નિરુપચરિત કેવળી કહેવામાં આવ્યા છે, કારણ કે તેઓ રૂપી, અરૂપી સમસ્ત ભાવને સાક્ષાત્ જોઈ શકનારા હોય છે. આ કથનને ભાવાર્થ આ પ્રમાણે છે –
અવધિજ્ઞાની અને મનઃ૫ર્યવજ્ઞાની કેવળી માત્ર રૂપી પદાર્થોને જ દ્રવ્ય ક્ષેત્રાદિની મર્યાદામાં રહીને સાક્ષાત્ જાણી દેખી શકે છે–તેઓ અરૂપી પદાર્થોને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૨૭