________________
ગણિદ્ધિ પણ ત્રણ પ્રકારની કહી છે-(૧) જ્ઞાનદ્ધિ, (૨) દર્શનદ્ધિ અને (૩) ચારિત્રદ્ધિ, અથવા ગણિદ્ધિના આ પ્રમાણે ત્રણ પ્રકાર પણ પડે છે– (૧) સચિત્ત, (૨) અચિત્ત અને (૩) મિશ્રિત.
ટીકાઈ-હવે આ સાત સૂત્રેને ભાવાર્થ પ્રકટ કરવામાં આવે છે–એશ્વર્યનું નામ સદ્ધિ છે. તેના દેવદ્ધિ આદિ ત્રણ ભેદ કહ્યા છે. ઈન્દ્ર આદિના એશ્વર્યરૂપ જે ઋદ્ધિ હોય છે તેને દેવદ્ધિ કહે છે. ચક્રવર્તી આદિ રાજાઓની જે અદ્ધિ હોય છે તેને રાજદ્ધિ કહે છે, તથા ગણી ગણાધિપતિ-આચાર્યની જે ઋદ્ધિ હોય છે તેને ગણિઋદ્ધિ કહે છે.
હવે દેવદ્ધિના ત્રણ પ્રકારનું વિવેચન કરવામાં આવે છે-ઈન્દ્રાદિ દેવેની વિમાનની જે અદ્ધિ છે, અથવા વિમાન વિષયક જે સમૃદ્ધિ છે, તેને વિમાનદ્ધિ કહે છે. તે વિમાનદ્ધિ ૩૨ લાખની સંખ્યાદિરૂપ હોય છે, અથવા બાહુલ્યરૂપ, મહત્વરૂપ કે રત્નાદિકની રમણીયતા રૂપ હોય છે. સૌધર્મ આદિ દેવેલેકમાં વિમાનોની સંખ્યા આ પ્રમાણે કહી છે–સૌધર્મ દેવલોકમાં ૩૨ લાખ, ઈશાન, દેવલોકમાં ૨૮ લાખ, સનકુમાર દેવલોકમાં ૧૨ લાખ, મહેન્દ્ર દેવલોકમાં ૮ લાખ, બ્રહ્મલેક દેવલોકમાં ૪ લાખ, લાતક દેવલોકમાં ૫૦ હજાર, શુક દેવલોકમાં ૪૦ હજાર, સહસ્ત્રાર દેવલોકમાં ૬ હજાર, આનત–પ્રાણુત દેવલેકમાં ૪૦૦-૪૦૦, તથા આરણ અને અશ્રુતમાં ૩૦૦-૩૦૦ વિમાન છે. નવ ગ્રેવેયુકેના અધસ્તરમાં ૧૧૧, મધ્યસ્તરમાં ૧૦૭ અને ઉપરિતન દૈવેયકમાં ૧૦૦ વિમાન છે. તથા પાંચ અનુત્તરમાં પાંચ અનુત્તર વિમાને છે. આ રીતે વિમાનોની કુલ સંખ્યા ૮૪૯૭૭ર૩ (ચર્યાશી લાખ, સત્તાણુ હજાર સાતસો તેવીસ) થાય છે. કહ્યું પણ છે કે-“વીર વિતા” ઈત્યાદિ. દેવદ્ધિ પદ ભવન અને નગરનું પણ ઉપલક્ષક છે. એટલે કે આ પદના પ્રયોગ દ્વારા ભવન અને નગરરૂપ ઋદ્ધિને પણ ગ્રહણ કરવી જોઈએ.
વિદુર્વણ રૂપ જે ઋદ્ધિ છે તેને વિકૃર્વણદ્ધિ કહે છે. આ અદ્ધિના પ્રભાવથી દેવ બે જંબુદ્વીપને અથવા અસંખ્યાત દ્વીપ સમુદ્રોને વ્યાપ્ત કરી શકે છે. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતી) માં આ વિષયને અનુલક્ષીને એવું કહ્યું છે કે
" चमरेणं भंते ! महिड्ढिए जाव केवइ यं च णं पभू विउवित्तए ? गोयमा ! चमरे णं जाव पभूणं केवलकप्प' जंबुद्दीवं दीवं बहूहि असुरकुमारेहि देवेहि य देवीहिय आइन्नं जाव करेत्तइ अदुत्तरं च णंगोयमा ! पभू चमरे जाव तिरियमसंखेज्जे दीयसमुद्दे बहूहि असुरकुमारेहि आइन्ने जाव करित्तए । एसणं गोयमा !
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૧૯