________________
હવે નિર્વિશમાન ક૫સ્થિતિનું નિરૂપણ કરવામાં આવે છે-પરિહાર વિશુદ્ધિ તપનું પાલન કરનાર પરિહારિકેન આચારરૂપ જે કહ્યું છે, અને તે કપમાં તેની જે સ્થિતિ છે, તેનું નામ નિશ્યિમાન ક૯પસ્થિતિ છે. તેને તે કલ્પ (આચાર) આ પ્રમાણે હોય છે–તેઓ ગ્રીષ્મ ઋતુમાં, શીત કતમાં અને વર્ષા ઋતુમાં અનુકમે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ તપ કરે છે. ચીમકાળમાં તપની જઘન્યતા ચતુર્થ ષષ્ઠ અને અષ્ઠમ રૂપે અને શીતકાલમાં છઠ્ઠ ( બે ઉપવાસ ), અઠ્ઠમ ( ત્રણ ઉપવાસ ) અને દસ ઉપવાસરૂપ હોય છે. વર્ષાકાળમાં ઉત્કૃષ્ટ તપ અષ્ટમ દશમ અને દ્વાદશ રૂપ હોય છે, તથા આયંબિલથી જ તેના પારણું કરવામાં આવે છે. પિડેષણ સપ્તકમાંની પહેલી અને બીજી પિડૅષણાઓમાં અભિગ્રહ જ કરાય છે. ત્રીજીથી લઈને સાતમી પર્યન્તની પાંચ પિંડેષણાઓમાં એક ભક્ત (આહાર) અને એક પાન (પીણું), એમ બે વસ્તુને જ અભિગ્રહ થાય છે. કહ્યું પણ છે કે-“ વારસ ટુર ટુ ઈત્યાદિ
- હવે સત્રકાર બીજી રીતે કલ્પસ્થિતિની પ્રરૂપણ કરે છે-“મા” ઈત્યાદિ-અથવા ક૫સ્થિતિના આ પ્રમાણે ત્રણ પ્રકાર પણ પડે છે-(૧) નિર્વિષ્ટ ક૫સ્થિતિ, (૨) જિન કલ્પસ્થિતિ અને (૩) સ્થવિરકલ્પસ્થિતિ.
નિવિટેનો-આસેવિત વિવક્ષિત ચારિત્રવાળાને–અનુપરિહરિકેને જે ક૯૫ (આચાર) છે, તે આચારની જે સ્થિતિ છે, મર્યાદા છે તેને નિવિષ્ટ કલ્પસ્થિતિ કહે છે. જેમકે પ્રતિદિન આચાર્લી માત્ર તપ કરવું, અને પૂર્વોક્ત પ્રકારની જ ભિક્ષા ગ્રહણ કરવી. કહ્યું પણ છે કે-“પક્રિયાવિ પતિi ” ઈત્યાદિ
પૂર્વ સૂત્રોક્ત નિર્વિશમાનક અને આ નિર્વિષ્ટ, બન્નેને પરિહાર વિશુદ્ધિક કહે છે, તેમના ગણનાયક હોય છે. તેઓ આ પ્રકારના હોય છે-“સ રરિત્તવંતો” ઈત્યાદિ–તેઓ ચારિત્રશાળી હોય છે, દર્શન પરનિષ્ઠિત (પરિપૂર્ણ) હોય છે, ઓછામાં ઓછા નવ પૂર્વના પાડી હોય છે, અને વધારેમાં વધારે દસ પૂર્વના પાઠી ડેય છે. તેમને વ્યવહાર અગમાદિ પાંચ પ્રકાર હોય છે, તેઓ જિનકલ્પ અને સ્થવિરક૯પમાં અને દસ પ્રકારના પ્રાયશ્ચિત્તોમાં પરિનિષ્ઠિત (પરિપૂર્ણ) હોય છે.
હવે જિનકપસ્થિતિનું નિરૂપણ કરવામાં આવે છે–ગચ્છમાંથી નિર્ગત જે સાધુઓ હોય છે તેમને જિન કહે છે તે જિનેના ક૫ (આચાર) ની જે મર્યાદા છે તેને જિનકલપસ્થિતિ કહે છે. જિનકલપનું સ્વરૂપ મેં ઉત્તરાધ્યયન સૂત્રની પ્રિયદર્શની ટીકાના બીજા અધ્યયનમાં અચેલપરીષહના સ્વરૂપનું વર્ણન કરતાં, સ્પષ્ટરૂપે પ્રકટ કર્યું છે, તે જિજ્ઞાસુ પાઠકએ તે ત્યાંથી વાંચી લેવું.
* હવે સ્થવિર કલ્પસ્થિતિની પ્રરૂપણ કરવામાં આવે છે-ગચ્છ પ્રતિબદ્ધ આચાર્ય આદિને સ્થવિર કહે છે. તેમના ક૯૫ (આચાર) ની સ્થિતિરૂપ જે મર્યાદા છે, તેને સ્થવિર ક૯પસ્થિતિ કહે છે તેનું સ્વરૂપ આ પ્રકારનું છે–
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૦૭