________________
તે અથ' સંભળાવવાનું તે કેવી રીતે ચેાગ્ય હોઇ શકે! સૂત્ર કરતાં અથનું મહત્વ વિશેષ હોય છે, એટલે અથ સમજાવવાનું તે એથી પણ વધારે અાગ્ય ગણી શકાય. પૂર્વોક્ત અવિનીત આદિથી વિપરીત એવા વિનીત આદિ ગુણેવાળા શિષ્યે જ સૂત્ર શીખવવાને અને મથ' સંભળાવવાને યોગ્ય હોય છે, એજ વાત હવે સૂત્રકાર પ્રકટ કરે છે.
વિનીત, અવિકૃતિ પ્રતિબદ્ધ અને વ્યવસિત પ્રાભૂત ક્રાયને વશ રાખનાર શિષ્યો જ વાચના દેવાને ચેાગ્ય કહ્યા છે. અયોગ્યનું પ્રકરણ હોવાથી હવે સૂત્ર કાર સમ્યકત્વની પ્રાપ્તિ માટે જેએ! અયોગ્ય છે તેનું કથન કરે છે— “ તો રુમ્સન્નવ્વા વળત્તા ” ઈત્યાદિ—
જેએ મહા મુશ્કેલીથી એપને પ્રાપ્ત કરી શકે છે તેમને દુઃસંજ્ઞાપ્ય ( અપ્રજ્ઞાપનીય ) કહ્યા છે. એવાં દુઃમ નાખ્ય ત્રણ કહ્યા છે-(૨) દુષ્ટ અથવા દ્વિષ્ટ, (ર) મૂડ અને (૩) યુન્દ્રાહિત. જે તત્વ પ્રત્યે અથવા તત્વપ્રજ્ઞાપક પ્રત્યે દ્વેષ રાખે છે અથવા દુષ્ટ પ્રકૃતિસંપન્ન જ ચાલુ રહે છે તેને દુષ્ટ પ્રજ્ઞાપનીય કહે છે. તેને અપ્રજ્ઞાપનીય કહેવાનું કારણ એ છે કે તે દુષ્ટ હાય છે, અથવા દ્વેષ રાખનારા હોય છે, તેથી તને જે તત્વપદેશ આપવામાં આવે છે તે વ્યર્થ જાય છે. મૂઢને ( મૂખ'ને ) અપ્રજ્ઞાપનીય કહેવાનું કારણ એ છે કે તે હૈયોપાદેયતા વિવેકથી વિહીન હૈાય છે, તેથી ઉપદેશ ગ્રહણ કરવાને અસમર્થ જ હાય છે. વિમેાહિત મતિવાળાને ચુગ્રાહિત કહે છે એટલે કે કુગુરુના ઉપદેશથી જેને વિપર્યાસ મજબૂત રીતે થઈ ગયો હોય છે એવા યુદ્ઘાહિત મતિવાળા પુરુષને પણ ઉપદેશ દેવાને પાત્ર કહ્યો નથી. પરંતુ તેના કરતાં વિપરીત અદૃષ્ટ, અમૂઢ અને અવ્યુત્ક્રાહિત આદિ વિશેષણાવાળે મનુષ્ય સુસં જ્ઞાપ્ય હાય છે, કારણ કે તેને તત્વપદેશ સહેલાઇથી સમજાવી શકાય છે, ત્યાં ઉપદેશ દાતાના ઉપદેશ નિષ્ફળ જતા નથી. ॥ સૂ. ૭૧ ૫
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૦૨