________________
રૂપ ત્રિરત્નની અપેક્ષાએ ચડિયાતા છે, તેમને વંદણું આદિ કરવારૂપ વિનયથી જે જીવ રહિત હોય છે તેને અવિનીત કહે છે. એવા અવિનીતને જે વિદ્યાદાન દેવામાં આવે છે તે વ્યર્થ જાય છે. કહ્યું પણ છે કે– વિજય હિા વિના” ઈત્યાદિ
જેમ પાણી ન મળે તે અનાજ પાકતું નથી એ જ પ્રમાણે અવિનય સંગૃહીત વિદ્યા પણ ફળદાયી નિવડતી નથી, કારણ કે વિનયથી જ વિદ્યા શોભે છે–વિનાયાધીન વિદ્યા જ ફલિત થાય છે, એવું આગમવાય છે.
દુધ આદિ રસોમાં જે લેપ (ગૃદ્ધ) હોય છે તેને વિકૃતિ પ્રતિબદ્ધ કહે છે. એવા વિકૃતિ પ્રતિબદ્ધ છે વાચના ગ્રહણ કરવાને અસમર્થ હોય છે, કારણ કે તેમનું ચિત્ત રસાસ્વાદમાં જ લીન રહ્યા કરે છે.
જે મનુષ્ય અનન્તાનુબંધી ક્રોધથી યુક્ત હોય છે તેને અવ્યવસિત પ્રાભૂત કહે છે. “અવ્યવસિત” એટલે “અનુપશાન્ત,” અને “પ્રાભૂત” એટલે
ઉપહાર” તેથી પ્રાભતની જેમ ( પરમધામિકની જેમ) જીવ અતિશય ક્રોધી હોય છે તેને અવ્યવસિત પ્રાભત કહે છે. એ અવ્યવસિત પ્રાભૂત જીવ અનન્તાનુબંધી ક્રાધવાળો જીવ જ હોઈ શકે છે, કારણ કે તેની પાસે ક્ષમા માગવા છતાં પણ તે ઉટે અધિક અશક્ત બને છે અને વધારેને વધારે કે પ્રકટ કરે છે. કહ્યું પણ છે કે-“અવિકારમાળ” ઈત્યાદિ–
તેને વાચના દેવાથી હાનિ થાય છે–તેને વાચના દેનારના આલેક સંબંધી હાનિ આ રીતે થાય છે–તેને પ્રેરણા કરવાથી કલહ થવાને સંભવ રહે છે, એ રીતે વાચના દેનારના આલેકની હાનિ થાય છે. જેમ ઉષર (સારહીન) ભૂમિમાં બીજ વાવવાથી ફળની પ્રાપ્તિ થતી નથી, તેમ એવા માણસને શ્રુતજ્ઞાન આપવાથી તેનું કઈ સારું પરિણામ આવતું નથી, આ રીતે તેના પરલેકની પણ હાનિ જ થાય છે, કારણ કે એ માણસ ક્રોધને વશ થઈને ભગવાનનાં વચનને પણ આદર કરતો નથી, તેથી તેને સૂત્રને અભ્યાસ કરાવે તે યોગ્ય નથી. જ્યારે તેમને સૂત્રનો અભ્યાસ કરાવવાને પણ યોગ્ય કહ્યા નથી,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૦૧