________________
કલાઓમાં જે નિપુણ હોય છે, તેને વિદ્યાઉદ્દબદ્ધ કહે છે. વિદ્વેષણ-ઉચ્ચાટન, મારણ-તાડન અને વશીકરણ રૂપ મંત્રવિદ્યામાં જે નિપુણ હોય છે તેને મંત્રઉદ્દબદ્ધ કહે છે. અને ચૂર્ણાદિ પ્રગ-રસાયણ પ્રયોગ કરવામાં જે નિપુણ હોય છે તેને ગઉદ્દબદ્ધ કહે છે. આ પાંચ પ્રકારના ઉદ્દબદ્ધકને દીક્ષા આપવાને યોગ્ય કદી નથી કહ્યું પણ છે કે-“મે ઉત્તરે વિના” ઈત્યાદિ–
જે આજીવિકા નિમિત્તે બીજાને ત્યાં નોકરી કરે છે તેને ભતક કહે છે, તેને પણ દીક્ષા આપવા ગ્ય કહ્યું નથી. ગૃહકલહ આદિ કારણોને લીધે માતાપિતાની આજ્ઞા લીધા વિના દીક્ષા લેવાને તૈયાર થયેલ વ્યક્તિને પણ દીક્ષા આપવા યોગ્ય ગણેલ નથી. એ પ્રકારના દીક્ષાથીને “નિષ્ફટિત શૈક્ષ”
હે છે અથવા દીક્ષાભિલાષી બનીને બીજી જગ્યાએથી ભાગી આવેલને, અને એક વાર દીક્ષા લઈને ત્યાંથી ભાગીને આવેલા માણસને પણ દીક્ષા આપવાને ચે ગણાવેલ નથી. ગર્ભવતી સ્ત્રી તથા બાલવત્સા સ્ત્રી–જેનું બાળક નાનું હોય એવી સ્ત્રીને પણ દીક્ષા આપવાને યોગ્ય કહી નથી.
ઉપર્યુક્ત ૨૦ પ્રકારના માણસને દીક્ષા આપવાને યોગ્ય કહ્યા નથી. એટલું જ નહીં પણ કઈ પ્રકારના છળથી તેઓ દીક્ષિત થઈ ગયા હોય તે પણ તેમના શિરના કેશનો લેચ કરવા તે યોગ્ય નથી, તથા ગ્રહણ-શિક્ષા આસેવિની શિક્ષાને ગ્રહણ કરાવવા યોગ્ય નથી મહાવ્રતમાં સ્થાપિત કરવા યોગ્ય પણ નથી અને ઉપધિ-(આહારદિ) ને તેમની સાથે સંબંધ રાખવા યોગ્ય પણ નથી, અને પિતાની સાથે રાખવા યોગ્ય પણ નથી. એ સૂ. ૭૦ |
વાચનાદિ વિષયમેં યોગ્યાયોગ્યકા નિરૂપણ
સૂત્રાર્થ–પ્રવ્રયા આદિને માટે અગ્ય મનુષ્યનું કથન કરીને હવે સૂત્રકાર વાચન આદિના વિષયમાં અયોગ્ય અને યોગ્ય મનુષ્યનું નીચેના ચાર સૂત્રે દ્વારા કથન કરે છે-“તો ગવાણિજ્ઞા guત્તા” ઈત્યાદિ–
નીચે દર્શાવેલા ત્રણ પ્રકારના માણસોને અવાચનીય વિદ્યા આપવાને માટે અપાત્ર) કહ્યા છે-(૧) અવિનીત, (૨) વિકૃતિ પ્રતિબદ્ધ અને (૩) અવ્યવસિત. પ્રાભત. નીચે દર્શાવેલા ત્રણ પ્રકારના માણસોને વાચનીય (વાચના દેવાને ગ્ય) કદા છે-(૧) વિનીત, (૨) અવિકૃતિ પ્રતિબદ્ધ અને (૩) વ્યવસિત પ્રાભૃત. નીચે દર્શાવેલા ત્રણ પ્રકારના માણસોને દુઃસંજ્ઞા કહ્યા છે-(૧) દુષ્ટ, (૨) મૂઠ અને (૩) વ્યુઝાહિત. નીચે દર્શાવેલા ત્રણ પ્રકારના માણસોને સુસંજ્ઞાપ્ય કહ્યા છે-(૧) અદુષ્ટ, (૨) અમૂઢ અને (૩) અબ્રુદ્રાહિત.
આ સૂત્રને ભાવાર્થ નીચે પ્રમાણે છે-જે સૂત્ર અને અર્થનું અધ્યયન કરાવનાર હોય છે, તથા જેઓ પિતાના કરતાં સમ્યગૂદન, જ્ઞાન અને ચારિત્ર
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૦૦