________________
છે. પ્રાયશ્ચિત્ત એ શુદ્ધિ છે તથા શેધનીય જે અતિચાર આદિ છે, તે પણ પ્રાયશ્ચિત્તરૂપ છે. તે ત્રણ પ્રકારનું છે-(૧) આલેચના, (૨) પ્રતિક્રમણાહ અને (૩) તદુભયાë. ગુરુની સમક્ષ પાપને પ્રકટ કરવું તેનું નામ આલોચના છે. તે આલોચના વડે જેની શુદ્ધિ થઈ જાય છે તેને આલેચનાહ પ્રાયશ્ચિત્ત કહે છે. જે અતિચાર ભિક્ષાચર્યા આદિ સમયે લાગી જાય છે, તે આલેચના હોય છે. પાપથી છુટવા માટે જે મિથ્યાદુકૃત્ય કરવામાં આવે છે તેને પ્રતિ કમણ કહે છે. આ પ્રતિક્રમણ વડે જેની શુદ્ધિ થઈ જાય છે તેને પ્રતિક્રમણાતું પ્રાયશ્ચિત્ત કહે છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના પાલનમાં જે દે લાગી ગયા હોય છે તે અસમિતત્વરૂપ અને અગુપ્તત્વરૂપ દેશે પ્રતિકમણાતું હોય છે. જે અતિચારની આલોચના અને પ્રતિક્રમણ આ બન્ને વડે શુદ્ધિ થતી હોય છે. તે અતિચારને તદુભાઈ (આલેચના અને પ્રતિક્રમણાé) કહે છે. મનથી રાગદ્વેષ કરવાથી અને ગમનાદિ કરવાથી આલોચના પ્રતિકમણીં અતિચાર લાગે છે. જે ૧૯ છે કે સૃ. ૬૪ છે
મનુષ્યક્ષેત્ર સ્વરૂપ નિરૂપણમ્
આ પ્રજ્ઞાપના આદિને સદ્ભાવ મનુષ્ય ક્ષેત્રમાં જ હોય છે, તેથી હવે સૂત્રકાર તે વિષયને અનુલક્ષીને કથન કરે છે –
“કંગુદીરે રે કંસ પાણ” 'ઈત્યાદિ–
જબૂઢીપ નામના દ્વીપમાં મન્દર પર્વતની દક્ષિણ દિશામાં ત્રણ અકર્મ ભૂમિએ કહી છે-(૧) હૈમવત, (૨) હરિવર્ષ અને (૩) દેવકુરુ. જંબુદ્વીપ નામના દ્વીપમાં મન્દર પર્વતની ઉત્તર દિશામાં ત્રણ અકર્મભૂમિ કહી છે. (૧) ઉત્તરકુરુ, (૨) રમ્યક વર્ષ અને (૩) ઐરણ્યવત વર્ષ. જબૂદ્વીપ નામના દ્વિીપમાં મન્દર પર્વતની દક્ષિણ દિશામાં ત્રણ વર્ષ ક્ષેત્ર કહ્યાં છે-(૧) ભરત (૨) હૈમવત અને ૩) હરિવર્ષ. જંબુદ્વિપ નામના દ્વીપમાં મન્દર પર્વતની ઉત્તરે ત્રણ વર્ષ કહ્યાં છે-(૧) રમ્યક વર્ષ, (૨) હૈરણ્યવત અને (૩) અરવત. જંબૂદ્વીપ નામના દ્વીપમાં મન્દર પર્વતની દક્ષિણ દિશામાં ત્રણ વર્ષધર પર્વત કહ્યાં છે. (૧) શુદ્ર હિમવાન, (૨) મહા હિમવાનું અને (૩) નિષધ છે પછે જ બુદ્વીપ નામના દ્વીપમાં મન્દર પર્વતની ઉત્તર દિશામાં ત્રણ વર્ષધર પર્વત કહ્યા છે. ૧) નીલવાન, (૨) રુકમી અને (૩) શિખરી. જંબુદ્વિપ નામના દ્વીપમાં મન્દર પર્વતની દક્ષિણ દિશામાં ત્રણ મહાહદ (દ્રહ) કહ્યાં છે-પહદ, મહાપહદ, અને તિગિચ્છદ, તેમાં મહદ્ધિક આદિ વિશેષણવાળી ત્રણ દેવીઓ રહે છે. તેમની એક પલ્યોપમની સ્થિતિ કહી છે. તેમનાં નામ શ્રીદેવી, હીદેવી અને વૃતિદેવી છે. એ જ પ્રમાણે મન્દર પર્વતની ઉત્તર દિશામાં પણ ત્રણ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨