SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાર છે-(૧) દ્રવ્ય પ્રાણાતિપાત અને (૨) ભાવ પ્રાણાતિપાત અથવા વિનાશ, પરિતાપ અને સંકલેશના ભેદથી તેના ત્રણ પ્રકાર પણ કહ્યાં છે. અથવા મનથી હિંસા કરવી, મનથી હિંસા કરાવવી અને હિંસા કરનારને મનથી અનુમોદના આપવી, વચનથી હિંસા કરવી, વચનથી હિંસા કરાવવી, હિંસા કરનારને વચનથી અનુમેદના આપવી, કાયાથી હિંસા કરવી, કાયાથી હિંસા કરાવવી અને હિંસા કરનારને કાયાથી અનુમોદના આપવી, આ પ્રકારે પણ હિંસાના નવ ભેદ પડે છે. તથા ક્રોધાદિ ચાર કષા વડે આ નવ ભેદને ગુણાકાર કરવાથી કુલ ૩૬ ભેદ થાય છે. આટલા ભેટવાળા પ્રાણાતિપાતમાં પણ જે એક કહેવામાં આવ્યું છે તે સામાન્યની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે, એમ સમજવું એજ પ્રકારનું કથન મિથ્યાદર્શનશલ્ય સુધીના પાપસ્થાનકે વિષે ગ્રહણ કરવું. અહીં “યાવત્ (સુધી)” પદના પ્રયોગદ્વારા મૃષાવાદ આદિ પાપસ્થાનકો ગ્રહણ કરવા જોઈએ, અસત્ય ભાષણને મૃષાવાદ કહે છે. તેનું બીજું નામ મિથ્યાભાષણ પણ છે. તે મૃષાવાદના દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ બે ભેદ છે. અથવા (૧) અભૂ તેહાવન, (૨) ભૂતનિહ્નવ, (૩) વસ્વન્તરન્યાસ અને (૪) નિન્દા, આ પ્રમાણે તેને ચાર પ્રકાર પણ છે. જે વસ્તુ જેવી ન હોય એવી કહેવી તેનું નામ અભૂદ્ધાવન છે. જેમકે આત્માને સર્વગત કહે તે અભૂતદ્વાવના છે. વિદ્યમાન વસ્તુને અવિદ્યમાન કહેવી તેનું નામ ભૂતનિદ્ભવ છે. જેમકે “આત્મા નથી” આ પ્રમાણે કહેવું તે ભૂતનિૉવ છે. વસ્તુનું વિપરીત રૂપે કથન કરવું તેનું નામ વન્સરન્યાસ છે. જેમકે ગાયને ઘેડો કહે. નિંદા કરનારાં વચન બેલવા તેનું નામ નિંદા છે. જેમકે “તું કેઢિયલ (કેઢવાળ) છે.” છતાં મિથ્યાવાદમાં સામાન્યની અપેક્ષાએ એકત્વ પ્રકટ કરવામાં આવ્યું છે. હવે અદત્તાદાનનું સ્વરૂપ સમજાવવામાં આવે છે–દેવ, ગુરુ, રાજા, સ્વામી અને સાધર્મિકજનની આજ્ઞા લીધા વિના સચિત્ત, અચિત્ત અને મિશ્ર વસ્તુને ગ્રહણ કરવી તેનું નામ અદત્તાદાન છે. તે અદત્તાદાનમાં પણ એકત્વ સમજવું. સ્ત્રી અને પુરુષ સેવનરૂપ જે મિથુનકમ છે તેને મૈિથુન કહે છે. તેનું બીજું નામ અબ્રત્યસેવન છે. જો કે તે દારિક અને વૈકિય આ બે શરી શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૬ ૬
SR No.006409
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy