SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ મિશ્રિત થાય છે, તે સ્થાનનું નામ નિ છે. એટલે કે જીવના ઉત્પત્તિસ્થાનને નિ કહે છે. તે એની નવ પ્રકારની કહી છે-સચિત્ત, અચિત્ત અને સચિ રાચિત, શીત, ઉષ્ણ અને શીતષ્ણ, સંવૃત, વિવૃત અને સંવૃતવિવૃત. જો કે વિસ્તારપૂર્વક ૮૪ લાખ યોનિઓ કહી છે, તેમાંથી પૃથ્વીકાય આદિ જે જે કાયવાળા જીના સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાળાં જેટ જેટલાં ઉત્પત્તિસ્થાને છે તે સૌને સરવાળે ૮૪ લાખ થઈ જાય છે. જેમકે પૃથ્વી, જળ, અગ્નિ, અને વાયુની સાત સાત લાખ, પ્રત્યેક વનસ્પતિની ૧૦ લાખ, સાધારણ વનસ્પતિની ૧૪ લાખ દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયની બબ્બે લાખ, દેવ, નારકી અને તિર્યંચની ચાર ચાર લાખ, અને મનુષ્યની ૧૪ લાખ યોનિઓ હોય છે. તેમનાં જ અહીં સંક્ષિપ્તમાં વિભાગ કરીને નવ બે પ્રકટ કરવામાં આવ્યા છે. શીતપર્શ પરિણામવાળી શીત નિ હોય છે, ઉષ્ણસ્પર્શ પરિણામવાળી ઉષ્ણ નિ હોય છે અને ઉભયસ્પર્શ પરિણામવાળી શીષ્ણુ નિ હોય છે. નિવિષયક આ સામાન્ય કથન સમજવું. હવે ૨૪ દંડકના જીની અપે. ક્ષાએ નિને વિચાર કરવામાં આવે છે-તૈકાયિકે માં માત્ર ઉષ્ણુ યોનિને જ સદ્ભાવ હોય છે. તેજ કાયિક સિવાયના પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય જેમાં, કીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય, અને વિકલેન્દ્રિય જીવોમાં, સંમૂછિમ પંચેન્દ્રિય તિયોમાં અને સંભૂમિ મનુષ્યમાં આ ત્રણે પ્રકા. રની નિઓને સદભાવ હોય છે, બાકીના જીવોને અન્ય પ્રકારની નિ હોય છે. કહ્યું પણ છે કે-“લી લિન કોળિયા” ઈત્યાદિ સમસ્ત દેવ અને ગર્ભજન્મવાળા છ શીત અને ઉષ્ણનિવાળા હોય છે તેજસ્કાયિક જીવે ઉષ્ણ નિવાળા હોય છે, નારકે પણ શીત અને ઉષ્ણ યોનિ વાળા હોય છે. બાકીના સમસ્ત જી પૂર્વોક્ત રૂપે શીત, ઉષ્ણ અને મિશ્ર યોનિ વાળા હોય છે. નિના સચિત્ત, અચિત્ત અને મિશ્ર રૂપ જે ત્રણ પ્રકારે કહેવામાં આવ્યા છે, તેમની અપેક્ષાએ હવે ૨૪ દંડકના જીવની જેનિનું સ્વરૂપ બતા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨૬૮
SR No.006409
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy