________________
દંડક સહિત જીવધર્મકા નિરૂપણ
આ રીતે પુદ્ગલ ધર્મોમાં ત્રિવિધતાનું કથન કરીને હવે સૂત્રકાર જીવધર્મોમાં દંડક સહિત વિવિધતાનું કથન કરવાને માટે ત્રણ સૂત્રનું કથન કરે છે.
“તિવિદે વળહાળે પum” ઈત્યાદિસૂવાથ–પ્રણિધાનના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર કહા છે-(૧) મનઃ પ્રણિધાન, (૨) વચન પ્રણિધાન અને (૩) કાય પ્રણિધાન. આ પ્રકારનું કથન પંચેન્દ્રિયેથી લઈને વૈમાનિકે પર્યન્તના જી વિષે સમજવું.
સુપ્રણિધાનના પણ ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) મનઃ સુપ્રણિધાન, (૨) વચન સુપ્રણિધાન, અને (૩) કાય સુપ્રણિધાન, સંયત મનુષ્યમાં આ ત્રણે પ્રકારના સુપ્રણિધાને સદ્ભાવ હોય છે. દુપ્રણિધાનના પણ ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) મનઃ દુપ્પણિધાન, (૨) વચન દુપ્રણિધાન અને (૩) કાય દુશ્મણિધાન આ દુપ્રણિધાનને સદ્ભાવ પણ પંચેન્દ્રિયાથી લઈને વૈમાનિકે પર્યન્તના જીવોમાં હોય છે.
ટીકાર્ચ–એકાગ્રતાનું નામ પ્રણિધાન છે. તે પ્રણિધાનને મન, વચન અને કાયાના ભેદથી ત્રણ પ્રકારનું કહ્યું છે. મનની એકાગ્રતાને મના પ્રણિધાન કહે છે, વચનની એકાગ્રતાને વચન પ્રણિધાન કહે છે અને કાયાની એકાગ્રતાને કાયમણિધાન કહે છે. આ ત્રણે પ્રકારના પ્રણિધાનેને સદુભાવ પંચેન્દ્રિયથી લઈને વૈમાનિકે પર્યન્તના માં જ હોય છે. એકેન્દ્રિય, દ્વીન્દ્રિય ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવમાં ત્રણે પ્રણિધાનોને સદભાવ હોતું નથી, કારણ કે તે જેમાં ત્રણે રોગોને સદૂભાવ હેતે નથી.
એજ પ્રમાણે વિમાનિકે પર્યન્તના જીવનમાં આ ત્રણે પ્રકારના પ્રણિધાન હોય છે. પ્રણિધાન શુભ અને અશુભના ભેદથી બે પ્રકારનું હોય છે. તેમાંથી શુભ પ્રણિધાનના નીચે પ્રમાણે ત્રણ ભેદ છે-(૧) મનઃ સુપ્રણિધાન, (૨) વચન સુપ્રણિધાન અને (૩) કાય સુપ્રણિધાન. આ કથન સામાન્ય કથન છે. વિશેષ કથનની અપેક્ષાએ જ્યારે ૨૪ દંડકના જીવનમાં તેને વિચાર કરવામાં આવે, તે સંયત મનુષ્યોમાં જ આ ત્રણે સુપ્રણિધાનેને સદુભાઈ હોઈ શકે છે. કારણ કે આ સુપ્રણિધાન ચારિત્ર પરિણામ રૂપ હોય છે. અશુભ પ્રણિધાન (દુષ્ટ પ્રણિધાન) અશુભ પ્રવૃત્તિ રૂપ હોય છે. તે પણ મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિની અપેક્ષાએ ત્રણ પ્રકારનું હોય છે. આ ત્રણે પ્રકારના દુપ્રણિધાનેને સદ્દભાવ સામાન્ય પ્રણિધાનની જેમ પચેન્દ્રિયથી વૈમાનિકે પર્યન્તના જીમાં હોય છે. સૂ. ૧૮ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૨૬૬