SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ અથવા માહનને અપ્રાસુક અને અનેષણય અશન, પાન, ખાદ્ય અને સ્વાદરૂપ ચતુર્વિધ આહાર વહેવરાવવાથી. આ ત્રણ સ્થાન વડે જીવ અલ્પ આયુષ્ક રૂપે કર્મને બંધ કરે છે. નીચેના ત્રણ સ્થાને (કારણે) દ્વારા જીવ દીર્ઘ આયુષ્ય રૂપે કર્મને બંધ કરે છે–(૧) પ્રાણને વિનાશ નહીં કરવાથી, (૨) મૃષાવાદી નહીં બનવાથી, અને (૩) તથારૂપ શ્રમણ અને માહનને પ્રાસુક અને એષણીય અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્યરૂપ આહાર વહેરાવવાથી. આ ત્રણ સ્થાનેથી જીવ દીર્વાયુષ્ક રૂપે કર્મનો બંધ કરે છે. નીચેના ત્રણ સ્થાને દ્વારા જીવ અશુભ દીર્ધ આયુષ્ક રૂપે કર્મને બંધ કરે છે-(૧) પ્રાણોનો વિનાશ કરવાથી, (૨) મૃષાવાદી (અસત્ય બોલનાર) થવાથી અને (૩) તથારૂપવાળા શ્રમણ અથવા માહણની ભત્સના કરવાથી, નિન્દા કરવાથી, અપમાન કરવાથી, તિરસ્કાર કરવાથી, ધિક્કાર આદિ શબ્દપૂર્વક તેમને અનાદર કરવાથી, અને તેમને અમનેશ, અપ્રીતિકારક અશન, પાન, ખાદ્ય અને સ્વાદરૂપ આહાર પહેરાવવાથી. આ પ્રકારના ત્રણ સ્થાનેનું સેવન કરીને જીવ અશુભ દીર્ઘ આયુષ્ય રૂપે કમને બંધ કરે છે. નીચે દર્શાવેલાં ત્રણ સ્થાને દ્વારા જીવ શુભ દીર્ધાયુષ્ક રૂપે કર્મને બંધ કરે છે-(૧) પ્રાણને વિનાશ નહીં કરવાથી, (૨) મૃષાવાદી નહીં હોવાથી અને (૩) તથારૂપ શ્રમણ અને માહણને વંદણા કરીને, નમસ્કાર કરીને, તેમને સત્કાર કરીને, તેમનું સન્માન કરીને, તેમને કલ્યાણરૂપ, મંગળરૂપ, દેવરૂપ અને જ્ઞાનરૂપ ગણીને તેમની વિધિસહિત સેવા કરવાથી અને તેમને મનેz, પ્રીતિકારક અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્યરૂપ આહાર વહોરાવવાથી. એવો જીવ શુભ દીર્ઘ આયુષ્ક રૂપે કમને બંધ કરે છે. ટીકા–અહીં “ક” પદના પ્રયોગ દ્વારા આયુષ્કાદિ કર્મને ગ્રહણ કરવામાં આવેલ છે. જેમાંથી પ્રાણ પ્રગત (નષ્ટ) થઈ ગયા હોય છે એવી વસ્તુને પ્રાસુક કહે છે. પ્રાસુકનું જ બીજુ નામ અચિત્ત છે. જે પદાર્થ પ્રાસક નથી, સચિત્ત છે–તે પદાર્થને અપ્રાસુક કહે છે. એવા અપ્રાસુક પદાર્થો જ મુનિજનને માટે અનેષણીય ગણાય છે. જે પદાર્થ ઉદ્ગમ આદિ દેથી રહિત હોય છે, તે પદાર્થને એષણીય કહે છે, પરંતુ જે પદાર્થ ઉદ્ગમ આદિ દેશોથી સહિત હોય છે, તે પદાર્થને અનેષણીય (અકખ) કહે છે. એ અપ્રાસક અને અનેષણય આહાર તથારૂપધારી શ્રમણે અથવા માને વહરાવવાના સ્વભાવવાળો માણસ અલ્પાયુષ્ય રૂપે કમને બંધ કરે છે. જન્મ, કર્મ અને મર્મના ઉદ્ઘાટન (જાહેરાત) પૂર્વક જે નિર્ભર્સના (તિરસ્કાર) કરવામાં આવે છે તેનું નામ હીલના છે. કુત્સિત શબ્દો ઉચ્ચાર કરતાં કરતાં દેને પ્રકટ કરીને જે અનાદર કરવામાં આવે છે તેનું નામ નિન્દા છે. હાથ, સુખ આદિને વિકૃત કરીને જે તિરસકાર કરવામાં આવે છે તેનું નામ આવ શ્રી સ્થાનાંગ સૂત્રઃ૦૧ ૨૪૧
SR No.006409
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy