________________
તીસરે સ્થાનક્કી અવતરણીકા
ત્રીજા સ્થાનનો–પહેલો ઉદ્દેશક દ્વિતીય સ્થાનની પ્રરૂપણા પૂરી થઈ. હવે તૃતીય સ્થાનની પ્રરૂપણાને પ્રારંભ થાય છે. ચાર ઉદ્દેશકે દ્વારા સૂત્રકારે તૃતીય સ્થાનની પ્રરૂપણ કરી છે. દ્વિતીય સ્થાનમાં બે સ્થાનમાં ગણાવી શકાય એવા ભાવની પ્રરૂપણું કરવામાં આવી છે. હવે આ તૃતીય સ્થાનમાં ક્રમ પ્રાપ્ત ત્રણ સ્થાનવાળા ભાવેની પ્રરૂપણ કરવામાં આવશે. દ્વિતીય સ્થાનના છેલ્લા ઉદ્દેશકના છેલલા સૂત્ર સાથે તૃતીય સ્થાનના પહેલા ઉદ્દેશકના પહેલા સૂત્રને આ પ્રમાણે સંબંધ છે– દ્વિતીય સ્થાનના છેલ્લા ઉદ્દેશકના છેલલા સૂત્રમાં પુલ ધર્મોની પ્રરૂપણા કરવામાં આવી છે. પુદ્ગલ અને જીવને અનાદિકાળથી સંબંધ ચાલ્યો આવે છે. આ સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર આ સ્થાનના પહેલા સૂત્રમાં જીવ.
ધર્મોનું કથન કરે છે –“ તો હું gov/ત્તા ” ઈત્યાદિ–
ઈન્દ્રકે સ્વરૂપના નિરૂપણમ્
ઈન્દ્ર ત્રણ કહ્યા છે, જેમકે નામેન્દ્ર, સ્થાપનેન્દ્ર અને દ્રવ્યેન્દ્ર. આ રીતે પણ ત્રણ ઈદ્ર કહ્યા છે-જ્ઞાનેન્દ્ર, દર્શનેન્દ્ર અને ચારિત્રેદ્ર. તથા બીજી રીતે પણ ત્રણ ઈન્દ્ર કહ્યા છે–દેવેન્દ્ર, અસુરેન્દ્ર અને મનુષ્યદ્ર.
સચેતન જે કઈ પાલદારક આદિનું અથવા અચેતન પ્રાસાદ (ભવન) આદિ વસ્તુનું જે “ઈન્દ્ર” એવું નામ અપાય છે, તેને “નામેન્દ્ર' કહે છે. નામેન્દ્રમાં જે ઈન્દ્રનું નામ રાખવામાં આવ્યું હોય છે તે ઈન્દ્રના ગુણ આદિને સદા સદૂભાવ જ હેત નથી, પરંતુ માત્ર વ્યવહાર ચલાવવાને માટે જ તે નામ આપવામાં આવ્યું હોય છે. સ્થાપના બે પ્રકારની કહી છે-(૧) સદુભાવ સ્થાપના, (૨) અસદ્દભાવ સ્થાપના. ઈન્દ્ર આદિની માન્યતાને અધીન થયેલા જીવ દ્વારા કાઇ, પાષાણ આદિમાં, તેના આકારની કે અનાકારની
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૨૩૦