________________
આ ઈન્દ્ર છે તે પ્રકારની બુદ્ધિથી જે સ્થાપના (પ્રતિષ્ઠા કરાય છે, તેનું નામ સ્થાપનેન્દ્ર છે. હવે દ્રવ્યેન્દ્રને અર્થ સ્પષ્ટ કરવા નિમિત્તે પહેલાં દ્રવ્ય એટલે શું તે સમજાવવામાં આવે છે -જુદી જુદી પર્યાયને પ્રાપ્ત કરનાર વસ્તુને દ્રવ્ય કહે છે તે દ્રવ્ય અતીત (ભૂતકાલિન) અને ભવિષ્યકાલિન ભાવન કારણ હોય છે જેણે અમુક ભાવને ભૂતકાળમાં અનુભવ કરી લીધું છે અથવા અમુક ભાવને ભવિષ્યમાં અનુભવ કરવાને છે, એવી વસ્તુને દ્રવ્ય કહેવાય છે. સામાન્ય રીતે દ્રવ્યનું આ પ્રકારનું લક્ષણ કહ્યું છે –
“મૂતા માવિનો વા” ઈત્યાદિ–
પુરુષ આદિ સચેતન હોય છે અને કાષ્ઠાદિ અચેતન હોય છે. આ રીતે દ્રવ્ય૩૫ જે ઈન્દ્ર છે તેને દ્રવ્યેન્દ્ર કહે છે. આ કથનનો ભાવાર્થ નીચે પ્રમાણે છે––જેમ રાજગાદીથી અલગ કરાયેલ વ્યક્તિને પણ લેકે વ્યવહારમાં તો રાજા જ કહે છે અને ભવિષ્યમાં રાજા બનનાર યુવરાજને પણ રાજા જ કહે છે, એ જ પ્રમાણે જે જીવે પહેલાં ઈન્દ્રપદને ભેળવી લીધું હોય છે, અથવા જે જીવ ભવિષ્યમાં ઈન્દ્રપદને ભેગવવાને છે તેને ઇન્દ્ર કહે એજ દ્રવ્યેન્દ્ર નિક્ષેપ છે. નામ, સ્થાપના અને દ્રવ્ય, આ નિક્ષેપનું સવિસ્તર વર્ણન અનુ.
ગદ્વારની અનુગ ચન્દ્રિકા ટીકામાં આપવામાં આવ્યું છે. તો જિજ્ઞાસુ પાઠકએ તે વર્ણન ત્યાંથી વાંચી લેવું. “જે જીવ ઈન્દ્રના આગમને જ્ઞાતા છે અને વર્તમાન સમયે તેમાં ઉપગથી રહિત છે, એ તે જીવ આગમની અપેક્ષાએ દ્રવ્યદ્ર છે આ રીતે ત્રિસ્થાનકેને આધારે નામે, સ્થાપનેન્દ્ર અને દ્રવ્યેન્દ્રનું કથન અહીં પૂરું થાય છે
હવે સૂત્રકાર ભાવઈન્દ્રનું નિરૂપણ કરે છે-“તો સુંવા” ઈદ્ર ત્રણ કહ્યા છે-(૧) જ્ઞાનેન્દ્ર, (૨) દશનેન્દ્ર અને (૩) ચારિત્રેન્દ્ર પરમ એિશ્વર્યને અનુભવ કરનારને ઈન્દ્ર કહે છે. જ્ઞાનથી, જ્ઞાનને અથવા જ્ઞાનમાં જે ઈન્દ્ર (પરમેશ્વર) છે, તેને જ્ઞાનેન્દ્ર કહે છે. સાતિશય શ્રત આદિ અન્યતર જ્ઞાનને આધારે જેમણે સકલ વસ્તુની પ્રરૂપણ કરી છે એવા શ્રુત, અવધિ, મન:પર્યવ આદિ અન્યતર જ્ઞાનને ધારણ કરનારા મુનિ અથવા કેવલીને જ્ઞાનેન્દ્ર કહે છે. ક્ષાયિક
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૨ ૩૧