________________
કહેવાનું કારણ નીચે પ્રમાણે છે–તે બધાં સ્થાને સૂક્ષમ પૃથ્વીકાયિક આદિ જીવથી વ્યાપ્ત હોય છે. તથા તેમાં અજીવતા તે સ્વભાવતા જ હોય છે. વલય પદ દ્વારા પૃથ્વીના વેષ્ટનરૂપ ઘને દધિ, ઘનવાન અને તનુવાતને ગ્રહણ કરવામાં આવેલ છે. વિગ્રહપદથી લેકનાડીચક ગૃહીત થયેલ છે. તે બધાં સૂક્ષ્મ પ્રિવ્વીકાયિક જીથી વ્યાપ્ત હોવાથી તેમાં જીવતા પ્રકટ કરવામાં આવેલ છે અને અજીવતા સ્વભાવતઃ પ્રકટ કરવામાં આવેલ છે.
દ્વીપ અને સમુદ્રો જાણતા હોવાથી અહીં તેમની વ્યાખ્યા આપી નથી, સમદ્રના પાણીની જે વૃદ્ધિ થાય છે તેને વેલા કહે છે. જંબુદ્વીપની જગતિ આદિ રૂપ વેદિકા હોય છે. વિજયાદિક દ્વાર છે અને તે દ્વારના અવયવ વિશેષરૂપ તેરે હોય છે. એ બધાં પહેલાં બતાવ્યા મુજબ જ જીવ અને અજવરૂપ છે. નારકમાં જે જીવત્વ પ્રકટ કરવામાં આવ્યું છે તેનું કારણ તેમની જીવયુકતતા છે અને તેઓ કર્મપુતલેથી યુકત હોવાથી તેમનામાં અજીવત્વ પ્રકટ કરવામાં આવ્યું છે. એ જ પ્રમાણે નૈરયિકાવામાં પણ જીવવું અને અજીત્વ સમજવું જોઈએ. તે નરકવા નારક છાના ઉત્પત્તિ સ્થાનરૂપ હોય છે, તે નરકાવાસમાં જીવત્ર પ્રકટ કરવાનું કારણ એ છે કે તેઓ પ્રીકાયિક આરિરૂપ હોય છે અને તેમનામાં અજીવ તે સ્વભાવતઃ રહેલું જ છે. આ પ્રમાણે ૨૪ દંડક કહેવા જોઈએ. “વૈમાનિક અને વૈમાનિક વાસ, સૌધર્મ આદિ દેવલેકરૂપ કલ્પ, કપવિમાનવાસે, ભરતાદિ ક્ષેત્ર, હિમવતાદિ વર્ષધર પર્વતે, હિમવલૂંટ આદિ ફૂટે, તેમાં રહેલા દેવભવરૂપ કૂટાગાર, ચક્રવર્તિ વિજેતવ્ય કચ્છાદિક ક્ષેત્રખંડરૂપ વિજય તથા તેમની ક્ષેમા આદિ રાજધાનીએ, એ સૌને પણ જીવ અને અવરૂપ કહ્યાં છે.
હવે સૂત્રકાર પુલ ધર્મોને પણ જીવ અને અવરૂપ પ્રતિપાદિત કરવા નિમિત્તે “જ્ઞાાર ઘા” ઈત્યાદિ સૂત્રનું કથન કરે છે
વૃક્ષાદિની જે છાયા હોય છે તે, સૂર્યને તડકે, ચન્દ્રમાના પ્રકાશરૂપ
ના, તથા અંધકાર, ક્ષેત્રાદિ કેનાં પ્રમાણ, તોલા, ભાષા આદિરૂપ ઉન્માન (વજનનાં માપ), અતિયાનગૃહ (નગરાદિના પ્રવેશ સ્થાનમાં જે ગૃહ હાય છે તે), ઉદ્યાનગૃહ, અવિલંબ અને શનૈઃ પ્રપાત (આ બે દેશવિશેષ છે ). એ બધાં જીવ અને અજીવરૂપ છે. તેમને જીવરૂપ કહેવાનું કારણ એ છે કે તેઓ જીવથી વ્યાપ્ત હોય છે અથવા જીના આશ્રયસ્થાનરૂપ હોય છે અને પુદ્ગલાદિ અજીવરૂપ હોવાથી અથવા અજીવના આધારભૂત હોવાથી તેમને અવરૂપ કહેવામાં આવેલ છે.
સમયાદિરૂપ સમસ્ત વસ્તુ જીવ અને અજીવરૂપ જ છે, કારણ કે જીવ. રાશિ અને અજીવરાશિથી ભિન્ન એવી કઈ ત્રીજી રાશિનું અસ્તિત્વ જ નથી. એજ વાતને સૂત્રકારે “ો રાણી” ઈત્યાદિ સૂત્રો દ્વારા પ્રકટ કરી છે. સૂ, ૩૮
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૨૦ ૨