________________
પટ્ટન કહે છે,” એ તેને અર્થ થાય છે. કહ્યું પણ છે કે-“uત્ત શ ” ઈત્યાદિ. લેટું આદિ ધાતુઓને ઉત્પન્ન કરનારી જે ભૂમિ હોય છે તેને આકર કહે છે. તાપસેના જ્યાં નિવાસસ્થાન હોય છે એવી જગ્યાને આશ્રમ કહે છે. અથવા પહેલાં જ્યાં તાપસે વસતા હોય અને ત્યારબાદ જ્યાં અન્ય લકે પણ આવીને વસતા હોય એવા સ્થાનને આશ્રમ કહે છે. ખેડૂતે ખેતી કરીને જે સમભૂમિ પર રક્ષાને નિમિત્ત ધાન્ય લઈ આવે છે, તે સ્થાનનું નામ સંવાહ છે. જ્યાં સેના આદિ રહે છે, તે સ્થાનને સન્નિવેશ (છાવણું) કહે છે. જ્યાં ગેવાળિયામાં રહે છે તે સ્થાનને ઘેષ કહે છે. જે ઉદ્યાનમાં અનેક પ્રકારનાં વૃક્ષે હોય છે, કેળા આદિના નિકુંજ હોય છે અને જયાં સ્ત્રીપુરુષે ફરવા જતાં હોય છે, જે તેમના કીડાસ્થાન રૂપ હોય છે એવાં ઉદ્યાનને આરામ કહે છે-“ કાનાં ચાનં મન ચત્ર ફરિ ચારમ” આ વ્યુત્પત્તિ અનુ. સાર જેમાં વિવિધ પ્રકારની વેષભૂષાથી વિભૂષિત મનુષ્યનું ગમન થાય છે, તેનું નામ ઉદ્યાન છે. તે ઉદ્યાન ફળફૂલેથી યુક્ત વૃક્ષસમૂહથી સુશોભિત હોય છે અને નગરની પાસે હોય છે. એક જાતનું વૃક્ષેથી જે યુકત હોય છે તેને વન કહે છે અને અનેક જાતના વૃક્ષેથી યુકત સ્થાનને વનખંડ કહે છે. ચતુષ્કોગાકાર જળાશયને વાપી કહે છે અને ગળાકારના જળાશયને પુષ્કરિણી કહે છે. બહુ જ વિસ્તૃત જળાશયને સર (સરોવર) કહે છે અને એવાં સરેની હારમાળાને સરપંકિત કહે છે. અવટ એટલે ફૂપ ( ફૂ) તડાગ એટલે સામાન્ય તળાવ. હદ અને નદી તે જાણીતાં છે. પૃથ્વી પદથી અહીં રત્નપ્રભા આદિ પૃથ્વીએ (નરકે) ગ્રહણ કરવાની છે અને તેમની નીચે આવેલા ઘનેદધિ આદિને ઉદધિ પદ દ્વારા ગ્રહણ કરવાના છે. વાતસ્કન્ય એટલે ઘનવાત અને તનુવાત અથવા સામાન્ય વાયુ સમજવા. વાતસ્કન્ધાની નીચે જે આકાશ છે તે અવકાશાતર પદથી ગ્રહણ કરાયેલ છે. આ બધાને જીવરૂપ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૨૦૧