________________
ગ્રામાદિ વસ્તુ વિશેષકા જીવાવરૂપકા નિરૂપણ
કાળવિશેષની જેમ પ્રામાદિ વસ્તવિશેષ પણ જીવ અજીવ રૂપ જ હોય છે. આ વિષયને સૂત્રકાર કિસ્થાનકવાળાં ૪૭ સૂત્રે દ્વારા પ્રકટ કરે છે–
નામ શા પારૂ કા નિમારુ વા” ઈત્યાદિ–
આ ક૭ સૂત્રો દ્વારા પ્રરૂપિત પ્રત્યેક બબ્બે સૂત્રની સાથે “વીજાપુ ૨ શનીવારૂ ર ાપુરૂ” આ સૂત્રપઠને જ જોઈએ. જેમકે-“શામાં વા नगराइ वा जीवाइ य अजीवाइ य पवुचइ, निगमाइ वा रायहाणीइ वा जीवाइ य અનીવારુ ૨ પવશરૂ” આ પ્રમાણે પ્રત્યેક બળે સૂત્રોની સાથે આલાપક સમજી લેવા જોઈએ. પ્રામાદિકમાં જીવાજીવ રૂપતા પ્રસિદ્ધ જ છે, કારણ કે તેમાં તે બનેનો નિયમથી જ સદ્દભાવ રહે છે, બાકીને સઘળો ભાવ સુગમ છે.
જ્યાં કર આદિ લાગુ પડે છે એવા સ્થળને ગ્રામ કહે છે. અથવા ગુણોનું જ્યાં ગ્રસન થાય છે–એટલે કે બેધરહિત જ્યની જનતા હોય છે એવાં સ્થળોને ગ્રામ કહે છે. જ્યાં ૧૮ પ્રકારના કર લાગતા નથી એવાં જનનિવાસસ્થાનને નગર કહે છે. જ્યાં વણિકે ( વ્યાપારીઓ) રહેતા હોય છે એવા સ્થાનને નિગમ કહે છે. જ્યાં રાજા રહે છે તે નગરને રાજધાની કહે છે. ધૂળ અથવા માટીના કેટથી યુક્ત એવા નગરને ખેટ કહે છે. કુનગરને કર્બટ કહે છે. જેની આસપાસમાં ૦ એજનથી (૨ા, રા, કાશથી) દૂર વસતિ હોય છે એવા જનનિવાસ સ્થાનને મડમ્બ કહે છે. જ્યાં જળમાર્ગ અને જમીનમાર્ગ અવરજવર થાય છે એવા સ્થાનને દ્રોણમુખ કહે છે. જ્યાં બધી વસ્તુઓ મળી શકે છે એવું સ્થાન પત્તન કહેવાય છે. અથવા પત્તનના બે પ્રકાર છે-જલપત્તન અને સ્થલપત્તન. જ્યાં જળમાર્ગે જ નૌકા આદિ દ્વારા જઈ શકાય છે એવા સ્થાનને જળપત્તન કહે છે અને જમીનમાર્ગે જઈ શકાય એવા ગામને સ્થળપત્તન કહે છે. અથવા-જ્યાં બધી દિશાઓમાંથી માણસો આવે છે, તેને પત્તન કહે છે. અથવા જ્યારે “ઘટ્ટર” એવી તેની સંસ્કૃત છાયા થાય છે, ત્યારે “નૌકાઓ અથવા ગાડી દ્વારા જ્યાં જવાય છે, તેને
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૨૦૦