________________
શંકા–અહીં સૂત્રમાં કામણ શરીરને જ આભ્યન્તર શરીર રૂપે ગ્રહણ કરવામાં આવ્યું છે. છતાં આપે તૈજસ શરીરને આભ્યન્તર શરીર રૂપે કેમ ગ્રહણ કર્યું છે?
ઉત્તર–તૈજસ અને કામણ શરીરને સંબંધ પ્રત્યેક સંસારી જીવની સાથે અનાદિ કાળથી ચાલ્યો આવે છે, તે કારણે તેઓ કાયમના સહચારી છે. તે કારણે અહીં કાશ્મણની સાથે તૈજસ શરીરને પણ ગ્રહણ કરવામાં આવ્યું છે, આભ્યન્તર રૂપ કર્મ શરીર નામ કર્મના ઉદયથી જીવને તેની પ્રાપ્તિ થાય છે, તેથી કમવર્ગીણું રૂપ છે. એટલે કે જ્ઞાનાવરણીય આદિ કર્મને જે સમહ છે, એજ કામણ શરીર છે. આ શરીર જ્યારે સંસારી જીવોનું એક ગતિમાંથી બીજી ગતિમાં ગમન થાય છે, ત્યારે તેમાં સાધતમ હોય છે. તથા–સકલ કર્મોન ઉત્પન્ન થવામાં તે ભૂમિરૂપ રહે છે અને અશેષ કર્મોના આધારરૂપ હોય છે. નરયિક જીવનું બાહ્ય શરીર વૈકિય શરીર હોય છે. આ પ્રકારનું કથન ભવનપતિથી લઈને વૈમાનિક પર્યન્તના જીવમાં પણ ગ્રહણ કરવું જોઈએ. “દશરૂચા” ઈત્યાદિ–
પૃથ્વીકાયથી લઈને વનસ્પતિકાય પર્યન્તના જીવને-પાંચ સ્થાવર જીવેને આભ્યન્તર અને માદાશરીરના ભેદથી બે શરીર હોય છે. આભ્યન્તર શરીર તે તૈિજસ અને કાર્પણ શરીર રૂપ હોય છે અને બાહ્ય શરીર ઔદારિક શરીર રૂપ હોય છે. આ દારિક શરીર ઔદ્યારિક શરીરનામકર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે. આ શરીરને ઉત્પન્ન કરનારા જે ઔદારિક પુદ્ગલે હોય છે, તેઓ સ્થૂલાકારે પરિણત થાય છે. એકેન્દ્રિય જીનું આ ઔદારિક શરીર કેવળ અસ્થિ આદિથી રહિત હોય છે. વાયુકાયિક અને વૈક્રિય શરીર પણ હોય છે, છતાં પણ તે ત્યાં પ્રાયિક (ક્યારેક) હોય છે, તેથી અહીં તેને ઉલ્લેખ થયો નથી.
વિચાi ” ઈત્યાદિ-દ્વીન્દ્રિય જીવને પણ બે શરીર હોય છે-(૧) આભ્યન્તર અને (૨) બાહ્ય. આભ્યન્તર શરીર કામણ શરીર રૂપ અને બાહ્ય શરીર ઔદારિક શરીર રૂપ હોય છે. અહીં જે ઔદારિક શરીર હોય છે તે અસ્થિ, માંસ અને શેણિતથી બદ્ધ (યુક્ત) હોય છે. એ જ પ્રમાણે તેઈન્દ્રિય
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧