________________
આ પ્રમાણે કહ્યું-“ધન્ય છે આ મહાત્માને ! ધન્ય છે તેમના માતાપિતાને ધન્ય છે તેમની માતૃભૂમિને ! પિતાના દેવદુર્લભ રાજ્યવૈભવને પરિત્યાગ કરીને તથા પિતાની એક ચકી રાજ્યસત્તા તથા કુટુંબ પરિવારનો ત્યાગ કરીને આવી દુષ્કર તપસ્યાનું સેવન કરનાર આ રાજર્ષિને ધન્યવાદ ઘટે છે. ” સુમુખની આ પ્રકારની વાત સાંભળીને મુખે કહ્યું-“અરે આ મહાત્મા નથી પણ નરાધમ છે. પિતાને છ માસના બાળકને માથે રાજ્યને ભાર મૂકીને અને પિતાના છ માસના બાળકને મંત્રીઓને આશરે છેડીને સંયમ અને તપની આરાધના કરનાર આ રાજર્ષિ તે ધિક્કારને પાત્ર છે. છ માસના બાળકને માથે આવડી મોટી જવાબદારી નાખીને પિતાના જ હિતને વિચાર કરીને સંસાર ત્યાગ કરવામાં શી બુદ્ધિમાની રહેલી છે? તેણે રાજ્ય છેડતાં પહેલાં એ વિચાર કેમ ન કર્યો કે આ રાજકુમાર હજી બાળક છે. રાજ્યને ભાર વહન કરવાને તે સમર્થ નથી, આવા સુકુમાર બાળકને મંત્રીઓના હાથમાં સંપ તે યોગ્ય નથી. આ પ્રમાણે બીજાના જીવન સાથે ખેલ કરવા તેને ધનીતિ કેમ કહી શકાય ! બાલકની નિર્બળતા અને તેની અબુધતાને લાભ ઉઠાવીને આજે મંત્રીઓની બુદ્ધિ બગડી છે. તેઓ તેને મારી નાખીને રાજયને પચાવી પાડવા માગે છે. ”
દુર્મુખના આ શબ્દ સાંભળી ધ્યાનમાંથી ખલિત થયેલા તે પ્રસન્નચંદ્ર રાજર્ષિ રૌદ્રધ્યાનથી યુક્ત થઈને કપિત હથિયારોને ગ્રહણ કરીને તે મંત્રીઓને મારી નાખવાને માટે ભાવસંગ્રામ કરવામાં લીન થઈ ગયા, બરાબર એ જ સમયે શ્રેણિક રાજા ત્યાં આવી પહોંચ્યા. તેમણે પ્રસન્નચંદ્ર રાજર્ષિને શુભ ધ્યાનમાં લીન થયેલા માનીને તેમને વંદણુ નમસ્કાર કર્યા. વંદણા નમસ્કાર કરીને ત્યાંથી તેઓ શ્રમણ ભગવાન મહાવીરની પાસે ગયા.
ત્યાં જઈને તેમણે મહાવીર પ્રભુને વંદણ કરી અને નમસ્કાર કર્યા. વંદણ નમસ્કાર કરીને તેમણે તેમને આ પ્રમાણે પ્રશ્ન પૂછ–હે ભગવન્! પ્રસન્નચંદ્ર રાજર્ષિ કે જેઓ અત્યારે ધ્યાનાવસ્થામાં લીન છે, તેઓ જે આ અવસ્થામાં જ કાળધર્મ પામી જાય, તે કઈ ગતિમાં જાય?
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
१०४