________________
મહાવીર પ્રભુએ મહારાજા શ્રેણિકને આ પ્રમાણે જવાબ આપ્યો-“હે. શ્રેણિક! આ અવસ્થામાં જ તેઓ કાળધર્મ પામી જાય, તો સાતમી પૃથ્વીમાં (નરકમાં) નારક રૂપે ઉત્પનન થઈ જાય.”
મહાવીર પ્રભુના આ પ્રકારના કથનને સાંભળીને શ્રેણિક રાજાના મનમાં આ પ્રકારને વિચાર આવ્ય-“આ હું શું સાંભળી રહ્યો છું ! ધર્મની ધુરા રૂપ ક્રિયાને પાત્ર, વિષય અને વિકારોથી વિહીન થઈને તપ અને સંયમની આરાધના કરતાં, શુભ ધ્યાનમાં લીન એવા મહામુનિજનેની પણ આ પ્રકારની ગતિ થઈ શકતી હોય, તે અમારા જેવા રાજયલોલુપ, કામગરત, મહા આરંજા અને પરિગ્રહ સંપન્ન અને વિવિધ વિષયોની ચિંતામાં જ મગ્ન રહે. નારની તે વાત જ શી કરવી!”
રૌદ્રધ્યાનને અધીન થઈને પ્રસન્નચંદ્ર રાજર્ષિએ કલ્પિતિ ખડગ, ભાલા, ધનુષ, તીર આદિની સહાયતાથી મંત્રીઓ સાથે ભાવસંગ્રામ ખેલવા માંડ. આ ભાવસંગ્રામમાં જ્યારે તેના સંકલ્પ વિકલ્પ કલ્પિત ખડગ, ભાલા, ધનુષ, બાણ આદિ સમસ્ત શસ્ત્રાસ્ત્રો કામ આવી ચુક્યાં, અને તેની પાસે એક પણ શસ્ત્ર બચ્યું નહી, ત્યારે તેમના મનમાં આ પ્રમાણે વિચાર આવ્ય-“મેં બધાં શત્રુઓને સંહાર કરી નાખે, હવે મારાં અસ્ત્રશસ્ત્રાદિ પણ ખલાસ થઈ ગયાં છે. હવે તે મંત્રીરૂપ એક જ શત્રુ બાકી રહ્યો છે, તે હાલમાં મારી સામે જ ઊભે છે. લાવ, તેને હું મારા મસ્તક પર રહેલા રાજમુગટ વડે ખતમ કરી નાખું ! ” આ પ્રકારની વિચારધારાથી યુક્ત થયેલા તે પ્રસન્નચંદ્ર રાજર્ષિએ મંત્રીને મારવાને માટે મુગટ ગ્રહણ કરવાને મસ્તક પર હાથ મૂક્યો, ત્યારે કુંચિત કેશવાળું મસ્તક હોવાને ખ્યાલ આવ્યો. પોતે જે રૌદ્રધ્યાનથી યુક્ત થયું હતું તેને માટે તેના દિલમાં પશ્ચાત્તાપ થવા લાગ્યા. એજ વખતે તેણે આત્મગહ કરવા માંડી. તે મનમાં ને મનમાં પિતાની જીતપર આ પ્રમાણે ફિટકાર વરસાવવા લાગે – અવિવેકની જાળમાં પડેલાં એવાં મારા અજ્ઞાની આત્માને ધિક્કાર છે ! હું અનાદિકાળથી જન્મ, જરા, મરણ, આધિ અને વ્યાધિરૂપ અગ્નિની જ્વાળાઓમાં જળી રહ્યો છું. રાગ દ્વેષરૂપ ઉગ્ર વિષયયુક્ત
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૧૦૫