________________
ક્રિયા કહે છે તથા પારકાને હાથે પરિતાપના કરાવનાર જીવ દ્વારા જે ક્રિયા થાય છે તે ક્રિયાને પરહસ્ય પારિતાપનિકી ક્રિયા કહે છે - પ્રાણાતિપાત ક્રિયા અને અપ્રત્યાખ્યાન ક્રિયાના ભેદથી પણ ક્રિયાના બે પ્રકાર પાડી શકાય છે. જે ક્રિયા દ્વારા જીવનમાં પ્રાણ હરી લેવામાં આવે છે તે ક્રિયાને-પ્રાણાતિપાત કિયા કહે છે. અથવા પ્રાણાતિપાતના અધ્યવસાય (વિચાર) દ્વારા જે પ્રાણાતિપાત કરાય છે તે પણ પ્રાણાતિપાત ક્રિયા જ છે. પ્રાણાતિપાત કરવાના હેતુપૂર્વક જે તાડનાદિ કર્મ કરવામાં આવે છે, તેના દ્વારા પ્રાણુવિજન થતું ન હોય તે પણ તેને પ્રાણાતિપાત ક્રિયા રૂપ જ માનવામાં આવે છે. અવિરતિને અપ્રત્યાખ્યાન કહે છે. આ અવિરતિને કારણે જે કર્મ બંધ થાય છે, તે અપ્રત્યાખ્યાન કિયા જ છે. અવિરત જીવે દ્વારા આ અપ્રત્યાખ્યાન કિયા થાય છે. પ્રાણાતિપાત કિયાના નીચે પ્રમાણે બે ભેદ છે-(૧) સ્વહસ્ત પ્રાણાતિપાત કિયા અને (૨) પરહસ્ત પ્રાણાતિપાત કિયા. જીવે જયારે કેધાદિને કારણે આર્તધ્યાન આદિને અધીન થઈને પિતાના હાથેજ પિતાનાં પ્રાણેને નષ્ટ કરી નાખે છે--આપઘાત કરે છે, અથવા અન્યના પ્રાણને નાશ કરે છે ત્યારે તેના દ્વારા સ્વહસ્ત પ્રાણાતિપાત ક્રિયા થતી હોય છે. એજ પ્રમાણે અન્યને હાથે જીવન પ્રાણેને નાશ કરાવવા રૂપ જે ક્રિયા થાય છે તે કિયાને પરહત પ્રાણાતિપાત ક્રિયા કહે છે. અપ્રત્યાખ્યાન ક્રિયાના પણ નીચે પ્રમાણે બે ભેદ છે-(૧) જીવા પ્રત્યાખ્યાન કિયા અને (૨) અજીવા પ્રત્યા
ખ્યાન ક્રિયા. પ્રત્યાખ્યાનના અભાવે કરીને કર્મોના બંધનાદિ રૂપ જે વ્યાપાર (પ્રવૃત્તિ) જીવ દ્વારા થાય છે, તેને જીવપ્રત્યાખ્યાન કિયા કહે છે. તથા મધ, માંસ આદિ અજીવ પદાર્થોના અપ્રત્યાખ્યાનની અપેક્ષાએ જીવ કર્મને બંધક બને છે, આ પ્રકારની તેની ક્રિયાને અજીવપ્રત્યાખ્યાન ક્રિયા કહે છે.
આરંભિકી અને પારિતિકીના ભેદથી પણ ક્રિયા બે પ્રકારની હોય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૯૫.