________________
આરંભ થવાથી અથવા આરંભ કરવાથી જે ક્રિયા થાય છે તેને આરંભિકી કિયા કહે છે. પરિગ્રહ કરવાથી અથવા પરિગ્રહરૂપ સામગ્રીઓ એકત્ર કરવાથી જે ક્રિયા થાય છે તે ક્રિયાને પરિગ્રહિક ક્રિયા કહે છે. આરંભિકી ક્રિયાના બે ભેદ છે-(૧) વારંભિકી અને (૨) અજીવારંભિકી. આરંભ કરતાં જીવ દ્વારા જીવનું ઉપમન થવાથી જે કમને બંધ પડે છે તે વારંભિકી ક્રિયા ગણાય છે. અજી -જીવકલેવરેને આરંભ કરનારા અથવા વિષ્ટાદિમય જીવકલેવર અથવા જીવાકાર વસ્ત્રાદિકનું ઉપમર્દન કરનાર જી દ્વારા જે કમને બંધ કરવારૂપ કિયા થાય છે તેને અજીવારંભિકી ક્રિયા કહે છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-“રવારમો વિના વધાર્” “વધ વિના આરંભ થતું નથી ” આ સિદ્ધાન્ત વાક્ય અનુસાર જ્યાં જ્યાં આરંભ થતું હોય છે, ત્યાં ત્યાં જીવને વધ પણ અવશ્ય થતું જ હોય છે, પછી ભલે તે જીના આરંભ હોય કે અજીનો આરંભ હેય. પારિગ્રહિક ક્રિયાના પણ બે ભેદ છે-(૧) જીવપરિગ્રહિકી અને (૨) અછવારિથતિકી.
ક્રિયાના નીચે પ્રમાણે બે પ્રકાર પણ પાડી શકાય છે-(૧) માયાપ્રત્યયા અને (૨) મિથ્યાદર્શન પ્રત્યયા. જે ક્રિયાનું નિમિત્ત માયા હોય છે તે ક્રિયાને માયાપ્રત્યયા ક્રિયા કહે છે. આ ક્રિયામાં જીવ માયા નિમિત્ત કર્મને બંધ કરતે હેાય છે. જે કિયાનું કારણ મિથ્યાદર્શન છે તે ક્રિયાને મિથ્યાદર્શન પ્રત્યયા કિયા કહે છે. તે ક્રિયામાં જીવ મિથ્યાદર્શનને કારણે કર્મને બંધ કરતે હોય છે. માયાપ્રત્યયા ક્રિયાના નીચે પ્રમાણે બે ભેદ પડે છે-(૧) આત્મ ભાવવંકનતા અને (૨) પરભાવવંકનતા. અપ્રશસ્ત આત્મભાવને છુપાવીને (વક કરીને) પિતાની અંદર પ્રશસ્તભાવનું ઉપદર્શન કરવું તેનું નામ આત્મભાવ વકનતા છે. આ ક્રિયા વ્યાપારરૂપ હોય છે. જે કિયા જુઠા દસ્તાવેજ આદિ લખાવવાને કારણે થાય છે તેને પરભાવવંકનતા કહે છે. તે કિયામાં પર ભાવની વંચના ખોટા લેખ આદિ દ્વારા કરાય છે. મિથ્યદર્શન પ્રત્યયા કિયાના
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧