________________
શ્રદ્ધા રાખવી તેનું નામ સમ્યક્ત્વક્રિયા છે, કારણ કે તે જીવનેા તત્વશ્રદ્ધાન રૂપ વ્યાપાર (પ્રવૃત્તિ) ચાલે છે. આ રીતે સમ્યકત્વરૂપ ક્રિયાને સમ્યકત્વક્રિયા કહે છે, એમ સમજવું. આગમાકત તત્વ પ્રત્યે શ્રદ્ધા નહીં રાખવી તેનું નામ મિથ્યાત્વ ક્રિયા છે. તે મિથ્યાત્વરૂપ ક્રિયા પશુ જીવના વ્યાપાર રૂપ જ હોય છે, જે ક્રિયામાં જીવતા તત્વશ્રદ્ધાન રૂપ વ્યાપાર ચાલતા હોય છે, તે ક્રિયાને સમ્યકૂલ ક્રિયા કહે છે. પરન્તુ જે ક્રિયામાં તત્વશ્રદ્ધાન રૂપ વ્યાપાર ચાલત નથી. અતત્વશ્રદ્ધાન રૂપ વ્યાપાર જ ચાલે છે, તે ક્રિયાને મિથ્યાત્વ ક્રિયા કહે છે. અથવા સમ્યક્ત્વના સદ્ભાવમાં જે ક્રિયા થાય છે, તે ક્રિયાનું નામ સભ્યકત્વ ક્રિયા છે અને મિથ્યાત્વના સદ્દભાવમાં જે ક્રિયા થાય છે, તે ક્રિયાનું નામ મિથ્યાત્વ ક્રિયા છે. અજીવક્રિયા પણ એ પ્રકારની કહી છે— (૧) ઐયોપથિકી ક્રિયા અને (૨) સાંપરાયિકી ક્રિયા. ઇર્યો એટલે ગમન. આ ગમનને જે પથ હોય છે તેને ઇર્યાપથ કહે છે. તે ઈર્ષ્યાપથમાં જે ક્રિયા થાય છે તે ક્રિયાને અોપથિકી ક્રિયા કહે છે, આ તા કેવળ ઐર્યાપથિકી ક્રિયાની વ્યુત્પત્તિ જ ખતાવવામાં આવી છે. ખરે. ખર તે પ્રમાદ અને કષાયથી રહિત એવી જે ક્રિયા છે તેનું નામ જ ઐય્ય પથિકી ક્રિયા છે. ઉપશાન્ત માહવાળા ક્ષીણમેહવાળા અને સયેાગકેવલી દ્વારા સાતાવેદનીય રૂપે જીવ પુદ્ગલરાશિનું જે આદાન થાય છે, તેને અર્પાપથિકી ક્રિયાના નિમિત્તરૂપ માનવામાં આવે છે. આ કથનને ભાવાથ નીચે પ્રમાણે છે—એ સમયની સ્થિતિવાળી, પ્રમાદ અને કષાયથી રહિત જે કાયિકી અથવા વાયિકી ક્રિયા થાય છે, તે ઐયોપથિકી ક્રિયા છે, જો કે તે ઐૌપથિકી ક્રિયા જીવના વ્યાપારરૂપ હોય છે, તે પણ અહીં તેને જે અજીવક્રિયા રૂપે બતાવવામાં આવી છે તેનું કારણ એ છે કે તેમાં અજીવ પુદ્ગલ રાશિની જ પ્રધાન રૂપે (મુખ્યત્વે) વિશ્વક્ષા થઇ હોય છે. એટલે કે અજીવ પુદ્ગલ રાશિ જ તેમાં સાતાવેદનીય રૂપે પરિણત થાય છે. સાંપરાય એટલે કષાય. તે કષાયમાં જે ક્રિયા થાય છે તેને સાપરાયિકી ક્રિયા કહે છે. આ ક્રિયામાં અજીવ પુદ્ગલ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૯૩