________________
તેઓ નિગ્રંથ પ્રવચનમાં નિશંક હોય છે. પારકા દર્શનેની ઈચ્છા કરતાં નથી. ધર્મક્રિયાના ફળમાં સંદેહ કરતા નથી. તેઓ લબ્ધાર્થ હોય છે. અર્થાત્ ગુરૂના ઉપદેશથી સૂત્ર અને અર્થનું શ્રવણ કરે છે. શ્રવણ કરીને અર્થને ગ્રહણ કરે છે. ગ્રહણ કર્યા પછી જે સંદેહ હોય તે ગુરુને અર્થ પૂછી લે છે, પૂછીને તેને સારી રીતે નિશ્ચિત કરી લે છે. અને પૂરી રીતે સમજી લે છે. તેની રગે રગમાં જીન પ્રવચન પ્રત્યે ગાઢ અનુરાગ હોય છે. તેઓની શ્રદ્ધા એવી હોય છે કે હે આયુમન આ નિન્ય પ્રવચન જ અર્થ છે. આજ પરમાર્થ છે. એ સિવાય બધું અનર્થ છે. અનર્થ કારક છે. લેકેને એ પ્રમાણેને આદેશ આપે છે. તેઓ સ્ફટિકની જેમ નિર્મલ અંતઃ કરણુવાળા હોય છે. તેઓના દ્વારે દાન માટે સદા ખુલા રહે છે. તેઓ એટલા વિશ્વાસ પાત્ર હોય છે કે-રાજાના અંતઃપુરમાં પ્રવેશ કરવા છતાં પણ તેની પર કઈ શંકા લાવતું નથી. તથાપિ રાજાના અંતપુરમાં તથા પરગૃહમાં તે પ્રવેશવાની ઈચ્છા પણ કરતા નથી. અષ્ટમી ચતુર્દશી, અમાવસ્યા અને પુનમ વિગેરે તિથિમાં પ્રતિપૂર્ણ પૌષધ વ્રતનું પાલન કરે છે. તેઓ નિગ્રંથ શ્રમને પ્રાસુક (અચિત્ત) અને એષણીય નિર્દોષ) અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ રૂપ ચાર પ્રકારને આહાર આપે છે. વસ્ત્ર, પાત્ર, કંબળ, રજેડરણ, ઔષધ, ભેષજ, પીઠ, પટ, શય્યા-આસ્તરણ-પથારી. અને સંસ્કારનું દાન કરે છે. અર્થાત્ આપે છે. શીલતાથી અર્થાત્ સામાયિક દેશાવકાશિક, પિષધ અને અતિથિ સંવિભાગ વ્રતથી, પાંચ અણુ વતેથી ત્રણ ગુણ વતેથી ચાર શિક્ષાવ્રતાથી, તથા પિષધોપવાસથી અને શાસ્ત્રોક્ત વિધિ સાથે ગ્રહણ કરવામાં આવેલ અનશન વિગેરે તપશ્ચરણાથી પિતાના આત્માને ભાવિત કરતા થકા વિચરે છે.
તે શ્રાવકે આવા પ્રકારની પ્રવૃત્તિ કરે છે. અર્થાત્ મોક્ષ માર્ગમાં વિચરણ કરતા થકા ઘણા વર્ષો સુધી શ્રમણોપાસક પર્યાયમાં રહીને કઈ પણ પ્રકારના રોગો અથવા આતંકે ઉત્પન થાય ત્યારે અથવા ઉત્પન્ન ન થાય તે પણ અનેક પ્રકારના ભક્તો (આહાર-ભેજન) નું પ્રત્યાખ્યાન કરે છે. અર્થાત્ લાંબા સમય સુધી અનશન કરે છે. અને તે પછી આલોચના તથા પ્રતિક્રમણ
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૯૨