________________
અને સાધુ–સજ્જન હૈાય છે, સ્થૂલ પ્રાણાતિપાતથી એકદેશ રૂપથી યાવજ્જીવ નિવૃત્ત ડેાય છે, પરંતુ સૂક્ષ્મ પ્રાણાતિપાતથી નિવૃત્ત થતા નથી, એજ પ્રમાણે અન્ય પાપ જનક અને અખાષિ ઉત્પન્ન કરવાવાળા કાર્યાંથી જે બીજા પ્રાણિયાને સંતાપ પહેાંચાડવાવાળા હૈાય છે. તેમાંથી કોઇ કાઈથી, નિવૃત્ત થતા નથી. તાત્પય એ છે કે—દેશ વિરતિવાળા ધર્માંધ પક્ષવાળા પુરૂષા સઘળા પાપોથી દેશ નિવૃત્ત હાય છે, સથા નિવૃત્ત હાતા નથી.
આ મિશ્રસ્થાનમાં શ્રમણેાના ઉપાસક (સાધુની સેવા કરવાવાળા) અર્થાત્ શ્રાવક જના હાય છે. તે જીવ અને અજીવના સ્વરૂપને યથાર્થ રૂપથી
જાણનારા હાય છે. પુણ્ય પાપના સ્વરૂપને જાણવા વાળા હૈાય છે. આસ્રવ, સવર, નિરા, ક્રિયા, અધિકરણ, ખધ અને મેક્ષના જ્ઞાનમાં કુશળ હાય છે. જેના દ્વારા આત્મા રૂપી સરેશવરમાં કમરૂપી જળ આવે છે, તેને આસ્રવ કહેવાય છે. જે પરિણામ દ્વારા આસ્રવના નિરોધ થાય છે. તે સમિતિ, ગુપ્તિ વિગેરે રૂપ પરિણામ સર કહેવાય છે. તાત્પર્ય એ છે કેઆવતા એવા કમ રૂપી જળનુ રેકાઇ જવું તે સાઁવર છે. આત્મપ્રદેશથી અદ્ધ તે કર્મોનું દેશથી હટવું તે નિર્જરા છે. કાયિકી વિગેરે પચ્ચીસ પ્રકારની સાવદ્ય પ્રવૃત્તિને ક્રિયા કહે છે. જેના કારણે આત્મા નરક અથવા તિય ચ ગતિના અધિકારી બને છે, તે અધિકરણ કહેવાય છે. અધિકરણના બે ભેદ છે, દ્રવ્યથી ખડૂગ અથવા યંત્ર વગેરે અને ભાવથી ક્રોધ વગેરે અધિકરણ છે. જીવ અને કાણુ વણાના પુદ્ગલાનું ક્ષીર અને નીરની માફ્ક સંબધ થવા તે ખધ છે. સમસ્ત કર્મના ક્ષય થવાથી આત્માથી કવણા આના 'ત થવા અને સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપની ઉપલબ્ધિ થઈ જવી તે મેક્ષ છે. આ મેક્ષ આત્માના સાદી અનંત શુદ્ધ પર્યાય છે.
શ્રાવક આસ્રવ વિગેરેના સમગ્ર સ્વરૂપને જાણવાવાળા ડાય છે. તે કોઈની પણ સહાયતાની અપેક્ષા રાખતા નથી, અથવા એમ કહેવુ જોઈ એ કે અસહાય હૈાવા છતાં પણ દેવે પણ તેઓને નિગ્રન્થ પ્રવચનથી હટાવી શકતા નથી. વૈમાનિક દેવા, અસુરકુમારા નાગકુમાર, ગરૂડકુમાર, અને સુપકુમાર, નામના ભવનપતિ દેવા તથા યક્ષ રાક્ષસે કિન્નર, કપુરૂષ, ગધવ અને મહેારગ નામના વ્યન્તર દેવ પ્રમળ શક્તિમાન હોવા છતાં પણ શ્રમણેાપાસાને જીનશાસનથી ચલાયમાન કરવામાં સમથ થઈ શકતાં નથી
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૯૧