________________
અર્થાત્ જેમ હાથી વૃક્ષ વિગેરેને વિદાર–પાડવામાં સમર્થ હોય છે, એ જ પ્રમાણે તેઓ કર્મોનું વિદારણ કરવામાં સમર્થ હોય છે. તેઓ વૃષભ-બળ દની જેમ સંયમને ભાર વહેવામાં ઉપાડવામાં સામર્થ્યવાળા હોય છે. જેમ સિંહ દુર્ઘ–પરાજ્ય ન પામે તે હોય છે, એ જ પ્રમાણે પરીષહ અને ઉપસર્ગ તેઓને પરાભવ કરી શકતા નથી, તેઓ મેરૂ પર્વત સરખા અપ્રકમ્પ હોય છે. અર્થાત્ જેમ વાવાઝેડું મેરૂ પર્વતને કંપાવી શકતું નથી, એજ પ્રમાણે પરીષહ અને કઠણમાં કઠણ ઉપસર્ગ તેઓને પરાભવ કરી શક્તા નથી, તેઓ સાગરની જેમ ગંભીર હોય છે, અર્થાત્ જેમ નદીમાંથી આવવા વાળા પાણીથી સમુદ્રમાં સેંભ થતું નથી, એજ પ્રમાણે તેઓનું મન, પણ કઈ પણ પ્રકારથી ક્ષાભ પામતું નથી. તેઓ ચન્દ્રમાની જેમ સ્વભાવથી જ શીતલ લેશ્યાવાળા હોય છે. સૂર્યની જેમ તપ અને સંયમના તેજથી પ્રકાશમાન હોય છે. સ્વભાવથી જ સુવર્ણ સોનાની જેમ નિર્મલસ્વચ્છ હોય છે. પૃથ્વીની જેમ સઘળા સ્પર્શોને સહન કરે છે. જેમાં ઘી વિગેરેને હેમ કરવામાં આવ્યો હોય, એવી અગ્નિ જેમ તેજથી દેદીપ્યમાન હોય છે, એ જ પ્રમાણે તેઓ અતિશય તેજથી પ્રકાશવાવાળા હોય છે. તે ભગવ તેને કયાંય પણ પ્રતિબંધ હેત નથી, પ્રતિબન્ધ ચાર પ્રકારને કહેવામાં આવેલ છે. જેમકે (૧) ઇંડામાંથી ઉત્પન્ન થવાવાળા મોર વિગેરે પક્ષિયોથી, (૨) બચ્ચા રૂપે ઉત્પન્ન થવાવાળા હાથી વિગેરેના બચાથી, (૩) વસતિ– નિવાસસ્થાનથી (૮) તથા પરિગ્રહથી અર્થાત્ પીઠ, ફલક, વિગેરે ઉપકરણેથી, તેઓ આ સઘળા પ્રતિબંધ વિનાના હોય છે. તેઓ જે કઈ દિશામાં જવાની ઈચ્છા કરે છે, તેમાં જ રોકાણ વિના ભાવશુદ્ધિથી યુક્ત, લઘુભૂત, અલ્પ ઉપધિવાળા બાહ્ય અને આભ્યન્તર પરિગ્રહથી રહિત થઈને અને સત્તર પ્રકારના સંયમથી તધા બાર પ્રકારના તપથી પોતાના આત્માને ભાવિત કરતા થકા વિચારે છે
તે ભગવાન મહાપુરૂષના સંયમના નિવાહ માટે આ પ્રમાણેની આજીવિકા હોય છે. કોઈ એક દિવસને ઉપવાસ કરે છે. કેઈ બે દિવસને ઉપવાસ કરે છે. તે કેઈ તેલ-ત્રણ દિવસને ઉપવાસ કરે છે. કેઈ ચેલાચાર દિવસને ઉપવાસ કરે છે. કોઈ પાંચ દિવસને ઉપવાસ કરે છે. કોઈ છ દિવસના ઉપવાસ કરે છે. અર્થાત્ કોઈ એક એક દિવસ છેડીને એકાં. તેરો આહાર કરે છે, કેઈ બબ્બે દિવસ છેડીને છઠ-છઠ આહાર કરે છે. કોઈ ત્રણ ત્રણ ચાર-ચાર પાંચ પાંચ અને છ-છ દિવસ છેડીને એક
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૮૫