________________
દિવસ આહાર કરે છે. કેઈ એક પખવાડીયા અર્ધમાસ ખમણના ઉપવાસ કરે છે. કોઈ એક, બે, ત્રણ, ચાર, પાંય અથવા છ મહિના સુધીના ઉપવાસ કરે છે. માસખમણું કરે છે. આ સિવાય કઈ કઈ અભિગ્રહને ધારણ કરવા વાળા હોય છે. જેમકે-(૧) ઉક્ષિપ્તચરક–આહારમાંથી બહાર કહાડ. વામાં આવેલ આહારને જ ગ્રહણ કરવાનો નિયમ લઈને તેના માટે જ ફરવાવાળા (૨) નિક્ષિપ્ત ચરક-વાસણમાંથી નહીં કહાડેલ આહારને જ ગ્રહણ કરવાને અભિગ્રહ કરવાવાળા અને તે માટે જ ફરનારા (૩) ઉક્ષિપ્તનિક્ષિપ્તચરક-વાસણમાંથી બહાર કહાડેલા અને તેમાં ચોંટેલા આહારને જ ગ્રહણ કરવાની પ્રતિજ્ઞાવાળ, (૪) અન્તચરક–-કેદરા વિગેરે તુચ્છ અનાજ ગ્રહણ કરવાવાળા. (૫) પ્રાન્તચરક–પાત્રમાંથી આહાર કહાડી લીધા પછી તેમાં ચૂંટી રહેલને આહાર કરવાવાળા (૬) રૂક્ષચરક-ઘી વિગેરે વિનાનું વિગય -લુખે આહાર લેવાના અભિગ્રહવાળા (૭) સમુદાનચરક-નાના પ્રકારના અનેક ઘરોમાંથી આપવામાં આવેલ આહાર લેવાના અભિગ્રહવાળા. (૮) સંસૃષ્ટચરક–ભરેલા હાથ અથવા પાત્રથી જ આપવામાં આવેલા આહારને જ ગ્રહણ કરવાવાળા (૯) અસંસૂણચરક–ન ભરેલા હાથથી જ આહાર લેવાવાળા. (૧૦) તજજાત સંસષ્ટ ચરક–જે વસ્તુ આપવામાં આવી રહી હોય તેનાથી ભરેલા હાથ વિગેરેથી ગ્રહણ કરવાવાળા. (૧૧) દખલાભિક – આંખેથી દેખાતા આહારને જ ગ્રહણ કરવાવાળા. (૧૨) અદછલાભિક–નહીં દેખાતા આહારને જ ગ્રહણ કરવાવાળા. (૧૩) પૃષ્ણલાભિક–પૂછીને આપ. વામાં આવેલ આહાર જ ગ્રહણ કરવાવાળા. (૧૪) પૂછયા વિના આપવામાં આવેલ આહારને જ ગ્રહણ કરવાવાળા. (૧૫) ભિક્ષાલાભિક–યાચના કરતાં મળેલ આહાર વિગેરેને જ ગ્રહણ કરવાવાળા. (૧૬) અભિક્ષા લાભિક–ભિક્ષા વિના મળેલાં આહારને જ ગ્રહણ કરવાવાળા, અર્થાત્ તુચ્છ અને અતુચ્છ બને પ્રકારને આહાર લેવાવાળા (૧૭) અજ્ઞાત ચરક–અજ્ઞાત અપરિચયવાળા ઘરોમાંથી જ આહાર ગ્રહણ કરવાવાળા. (૧૮) ઉપનિહિતક--દાતાની સમીપે રાખ વામાં આવેલ આહાર જ ગ્રહણ કરવાવાળા. (૧૯) સંખ્યાદત્તિક–દત્તિની સંખ્યા નકકી કરીને જ આહાર લેવાવાળા. (૨૦) પરિમિત પિંડ પાતિક-પરિમિતપિંડ આહાર લેવાવાળા. અર્થાત્ પ્રમાણુ યુક્ત (૨૧) શુદ્ધષણિક–શંકા વિગેરે દોથી રહિત આહાર લેવાવાળા.
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪