________________
એક નાનું સરખે કારણ વશાત્ અપરાધ થઈ જાય તે તે અધમ પુરૂષ તેને ભારે શિક્ષા કરે છે, તે દંડ આપવા માટે કહે છે કે આને દંડ કરો – મારો, આનું માથું મુંડાવી નાખે. આને તિરરકાર કરે, આને ધમકાવે, નિંદા કરે, આને દંડા લગાવે, આને હાથકડી પહેરાવી દે અથત હાથ પાછળ બાંધી દે. આના પગમાં બેડી નાખે. આને હડીમાં નાખે; આને જેલમાં પૂરી દે, અર્થાત્ એવા બંધનમાં નાખે કે આનું ચાલવું, ફરવું, કઠણ થઇ જાય, અને ચાલતા ચાલતા પડી જાય, આના બંને હાથને બે બેડિયેથી બાંધીને મરડી નાખે. જેથી તેના હાથ તૂટી જાય, આના હાથ કાપી નાખે, પગ કાપી નાખે, આના કાન કાપી નાખે, આનું નાક હોઠ, માથું, અથવા મુખ કાપી લે, આની પુરૂષેન્દ્રિય કાપી નાખે. આના અંગે કાપી લે, આને ચાબુકને માર મારે. આને મારી મારીને તેની ચામડી ઉખેડી લે, આની અને આંખે કહાડી લો આના દાંતે ઉખાડી લે, આની જીભ ખેંચી લે, આના અંડકેષ ઉખેડી નાખે, આના ગળામાં દોરડું બાંધીને ઝાડ પર ઉધે માથે લટકાવી દો. આના શરીરને રગડે અર્થાત્ લાકડાની જેમ ઘસડે. દહીંની જેમ મંથન કરે. આને શૂળીએ ચડાવી દે શૂળીથી વી ધી નાખે, મારવાથી થયેલા તેના ઘા ઉપર મીઠું ભભરાવી દે. આને વધસ્થાને લઈ જઈને મારી નાખે અને સિંહના પૂછડે બાંધી દે બળદના પૂછડે. બાંધી દે. આનું શરીર અગ્નિથી બાળી નાખો. આના શરીરના માંસના કેડી જેવડા કકડા કરી કરીને કાગડાઓને ખવરાવી દે, આનું ખાવું પીવું બંધ કરી દે, આને જીદગી સુધી જેલમાં પૂરી શેખ, આને કઈ ખરાબ મેતથી મારે, અર્થાત્ ભાલા વિગેરેથી વીંધી વીધીને આને જીવ લઈ લે. આ અધર્મી પુરૂષે પિતાની બાહ્ય પરિષદ પ્રત્યે આ અત્યંત ક્રૂર વ્યવ હાર કરતા હોય છે. તે હવે બતાવે છે.
પૂર્વોક્ત પાપી પુરૂષની આત્યંતર પરિષદુ હોય છે. અર્થાત્ આંતરિક પરિવાર હોય છે. તે પરિવાર આ પ્રમાણે હોય છે.-માતા, પિતા, ભાઈ,
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૮૦