________________
કામ આવનારા સાધન જેમકે-યુગ્ય-જે યાન-વાહન બે પુરૂષ દ્વારા ઉપાડી શકાય છે, ગિહિલ–અર્થાત્ પુરૂષના ખભે ઉપાડવા લાયક વાહન ડેલી શિલલી અર્થાત ખચ્ચર વિગેરેથી વહન કરવા યોગ્ય વાહન શિબિકા-અર્થાત પાલખી સ્વન્દમાનિકા-વિશેષ પ્રકારની પાલખીને જીંદગી સુધી ત્યાગ કરતા નથી. અને આવા જ સંસારને કારણેમાં હમેશાં લાગી રહે છે. જીવનના અંત સુધી તેઓ કય, વિકમથી નિવૃત્ત થતા નથી, ભાષા અર્થમાષા રૂપિયા વિગેરેને જ વ્યવહાર કરે છે તેમાં અંતિમ શ્વાસ પર્યન્ત હિરણ્ય, સ્વર્ણ, ધન, દ્વિપદ-બે પગવાળા, ચતુષ્પદ-ચાર પગવાળા, ધન, ધાન્ય, મણિ, મતિ. શંખ, શિલા, પ્રવાલ, વિગેરે બહુ મૂલ્ય-કીમતી વસ્તુઓને ત્યાગ કરતા નથી, જીદગીપર્યત ખેટા તલ અને ખોટા માપથી છૂટતા નથી, બધા પ્રકારના આરંભ સમારંભ જીવન પર્યન્ત કરતા રહે છે. છેલ્લા શ્વાસ સુધી પોતે પાપકર્મોથી છૂટતા નથી અને બીજાઓને છૂટવા દેતા નથી. જીવન પર્યત પચન-પાચન વિગેરે સાવદ્ય ક્રિયાઓથી છૂટતા નથી. લાકડી વિગેરેથી ફરવા હાથ વિગે. રેથી પીટવા આંગળી વિગેરેથી ધમકાવવા, લાકડી વિગેરેથી મારવા, તલવાર વિગેરેથી વધ (મારવા) કરવા અને દેરી વિગેરેથી બાંધવાથી ક્યારેય પણ છૂટકારો પામતા નથી. આ સિવાય બીજા પ્રાણિયાને સંતાપ પહોંચાડવાવાળા સાવદ્ય અને અધિ જનક આવા જ પ્રકારના જે કાચે છે, કે જેનું સેવન અનાર્ય પુરૂ કરે છે. તેનાથી પણ તેઓ છૂટકારો મેળવતા નથી, એવા માણસે નિશ્ચયથી અધર્મનું આચરણ કરવાવાળા કહેવાય છે.
કઈ પુરૂષ કલમ (સારી જાતના ચોખા) મસૂર, તલ, મગ, અડદ, નિપાવ, કળથી, આલિસન્દક (ધાન્ય વિશેષ) પરિમથક (કાળા ચણા) વિગેરે ધાન્ય તરફ નિર્દય અર્થાત્ અયતના વાળા બનીને વિના પ્રજનથી જ દંડને ઉપચાગ કરે છે. અર્થાત તેમને ઘાત (વિરાધના) કરે છે.
એજ પ્રમાણેના હિંસા કરનારા બીજા પણ પુરૂષ હોય છે, જેઓ તેતર, બતક, કબૂતર, કકિંજલ, મૃગ-હરણ-ભેંસ, શૂકર, મઘર, ઘ કાચબા–સરિસૃપ -સર્પ વિગેરે પણિ પશુઓ અને જલચર પ્રાણિ વિગેરે પ્રત્યે અયતનવાન અને નિર્દય થઈને વિના પ્રજન જ દંડને ઉપયોગ કરે છે. અર્થાત મારે છે.
તે અનાર્ય અધર્મી પુરૂષોની જે બાહ્ય પરિષદુ પરિવાર હોય છે, જેમ કે–દાસ (પાણી વિગેરે લાવવાનું કામ કરવાવાળા ગુલામ) ભાગિક (ખેતિ વિગેરેમાં ભાગ લઈને કામ કરવાવાળા) કર્મચારી-(સામાન્ય રીતે કામ કરવાર) અને ભેગ પુરૂષ (ગ્ય વસ્તુ લાવીને આપનારા) તેમાંથી કોઈને
શ્રી સૂત્ર કુતાંગ સૂત્ર: ૪
૭૯