________________
કર્મથી યુક્ત થઈને જગતમાં પોતાને પપિચ્છ તરીકે પ્રસિદ્ધ કરે છે
આટલા સુધી તેવા પાપી પુરૂષનું કથન કરવામાં આવ્યું છે કે જેઓ કોઈ કારણથી કોઇ યુક્ત થઈને બીજાઓને અપકાર કરે છે. હવે એવા પાપીનો ઉલ્લેખ કરવામાં આવે છે કે જેઓ વિના કારણે જ બીજાઓને અપકાર કરીને પ્રસન્ન થાય છે. અને લેશમાત્ર પણ પાપને વિચાર કરતા નથી. એવા પુરૂષોમાંથી કેઈ ધનવાના ધાન્યને સ્વયં નાશ કરે છે. ખીજાની પાસે નાશ કરાવે છે. અથવા નાશ કરવાવાળાનું અનુમોદન કરે છે એવો પુરુષ મહા પાપી હોય છે. તે હવે આગળ બતાવવામાં આવે છે.
કોઈ પાપી પુરૂષ કંઈ પણ વિચાર કર્યા વિનાજ એટલે કે વાર વિચાર્યું જ પાપનું આચરણ કરે છે, જેમ ગાથા પતિ અથવા ગાથાપતિના
વૃત્તિને સ્વીકાર કરીને મત્સ્ય અથવા બીજા ત્રમ પ્રાણનું હનન, છેદન, ઔષધિને અર્થાત ઘણું વિગેરેના છેડવાને સ્વયં બાળી નાખે છે, અથવા બીજાની પાસે બળાવી નંખાવે છે, અથવા બાળવાવાળાનું અનુમોદન કરે છે. આ રીતે તે ઘોર પાપથી યુક્ત થઈને જગતમાં પિતાનું દુરાત્મપણું પ્રગટ કરે છે.
કઈ પાપી વિચાર કર્યા વિના જ ગાથાપતિના પુત્રોના ઉંટ, ઘોડા, તથા ગધેડાઓના અવયવોને સ્વયં કાપી લે છે, બીજાની પાસે કપાવે છે, અથવા કાપવાવાળાનું અનુમોદન કરે છે.
કઈ પાપી વિચાર કર્યા વિનાજ કેઈ ધનવાનની પશુશાળાને વિના કારણે જ કાંટાઓ વિગેરેથી ઘેરીને બાળી નાખે છે, તથા તેમ કરવાવાળાનું અનુમોદન કરે છે. તે પાપીમાં મોટે પાપી ગણાય છે. તેજ બતાવે છે – ગાથાપતિ અથવા ગાથાપતિના પુત્રની ઉષ્ટ્રશાળા યાવત્ ગર્દભશાળાને કાટાઓ વિગેરેથી ઘેરીને તેને સ્વયં પિતે જ આગથી બાળે છે અથવા બીજા પાસે બળવે છે, અને બાળવાવાળાનું અનુમોદન કરે છે. તે માટે પાપી કહેવાય છે.
કોઈ પાપી પિતાના કર્મના ફળને વિચાર કર્યા વિના જ ગાથા પતિ અથવા ગાથા પતિના પુત્રોના મણી, કાંચન-સોનું મોતી, વિગેરેનું સ્વયં અપહરણ (ચારી) કરે છે. અથવા બીજાની પાસે, ચોરી કરાવે છે. અથવા અપહરણ કરવાવાળાનું અનુમંદન કરે છે. તે માટે પાપી કહેવાય છે.
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૭૩