________________
જેને પરલોકની ચિંતા થતી નથી તેઓ આ લેકના સુખને જ સર્વસ્વ માનીને અનેક પ્રકારની પાકિયાએ કરીને ધન ઉપાર્જન કરે છે. અને તે ધનને જ સુખનું સાધન માને છે. તેના પાપકર્મના અનુષ્ઠાનની ગણત્રી કરે છે. “ઘણો સારંવા’ ઈત્યાદિ
ટીકાર્થ-જે પાપી પુરૂષના અંતઃકરણમાં આત્મકલ્યાણની ભાવના હેતી નથી, તથા આગળ કહેવામાં આવનારા અનેક પ્રકારના સાવદ્ય કર્મો કરે છે, પિતાના સુખ માટે અથવા શય્યા માટે, ઘર બનાવવા માટે, પરિવાર માટે, પિતાના પરિચિત અથવા પાણી માટે પાપકર્મ કરે છે, તે પાપકર્મ આ પ્રમાણે છે-કોઈ પાપી પુરૂષ ધનની સાથે માર્ગમાં જનારા ધનિકનું ધન પડાવી લેવા માટે તેનો પીછો પકડે છે. કેઈ એવું માનીને તેને પીછો કરે છે કે-અવસર મળતાં આને મારી નાખીને તેનું ધન લઇ લઈશ. કોઈ ધનિકની સેવા એવું માનીને કરે છે કે-વખત મળતાં તેને મારીને તેનું ધન લઈ લઈશ. કોઈ અન્યનું ધન હરી લેવા માર્ગમાં તેની સામે જાય છે. કેઈ ખાતર પાડે છે. અર્થાત્ ભીંત ખેદીને તેમાંથી અંત કરી દે છે. અને તેનું ધન હરી લે છે. આ રીતે પોતાના સ્વામીને ઘાત કરવાવાળે તે પુરૂષ ઘેર પાપકર્મ કરીને પિતાને પાષ્ઠિના રૂપથી પ્રસિદ્ધ કરે છે. કોઈ પુરૂષ કઈ ગામ વિગેરે તરફ માર્ગમાં જનારા ધનવાનની સામે જઈને માર્ગમાં જ હનન, છેદન, ભેદન, લંપન, વિલેપન અથવા ઉપદ્રાવણું (મારી નાખવા) કરીને તેના ધન વિગેરેનું હરણ કરી લે છે, આ રીતે તે ઘેર પાપકર્મ કરીને પિતાના આત્માને પાપી તરીકે પ્રસિદ્ધ કરે છે. કોઈ પાપી પુરૂષ ખાતર પાડીને ધનવાનના ઘરમાં પેસીને તેના ધનનું હરણ કરી લે છે, આ રીતે તે ઘેર પાપકર્મ કરીને પિતાને “આ ચોર છે તેમ પ્રસિદ્ધ કરે છે, કેઈ પાપી જીવ ગજવું કાપીને તથા છેદન, ભેદન વિગેરે કરીને ધનવાનના પ્રાણ લઈને તેનું ધન લઈ લે છે. આ રીતે તે ઘોર પાપકર્મ કરીને પિતાને “ગજવા કાતરૂ' તરીકે પ્રસિદ્ધ કરે છે. કઈ પાપી મેષ ચાલક બનીને બકરા અથવા કેઈ બીજા પ્રાણીના હનન, દેદન, ભેદન, વિગેરે કરીને આહાર પ્રાપ્ત કરે છે, આ રીતે ઘેર પાપકર્મ કરીને પિતાને દુનિયામાં પાષિષ્ઠ તરીકે પ્રસિદ્ધ કરે છે. ઘોર પાપ કરીને પિતાને પાપીપણાથી પ્રસિદ્ધ કરે છે. તે વાક્ય આગળ દરેક વાની સાથે જોડી લેવું જોઈએ,
શ્રી સૂત્ર કુતાંગ સૂત્ર: ૪
૬૯